Gandhinagar : લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 12 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ, જુઓ Video
ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે ગાંધીનગરમાં લસણની આડમાં દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પીકઅપ ટ્રકમાંથી 50 પેટી દારુ ઝડપાયો છે.
ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે હવે ગાંધીનગરમાં લસણની આડમાં દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પીકઅપ ટ્રકમાંથી 50 પેટી દારુ ઝડપાયો છે. મળતી માહિતી અનુસાર રાજસ્થાનથી ગુજરાતમાં દારુનો જથ્થો લવાઈ રહ્યો હોવાનો ખુલાસો થયો છે. ત્યારે પોલીસે બાતમીના આધારે પોલીસે લસણની આડમાં દારુની હેરાફેરી કરનાર આરોપીને ઝડપી પાડ્યા છે.
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ !
ઉલ્લેખનીય છે કે દારૂબંધી છતાં બુટલેગરો અવનવા કીમિયા દારૂની હેરાફેરી માટે અપનાવે છે. ત્યારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે લસણની આડમાં લવાતો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. અડાલજ કેનાલ નજીકથી પિકઅપ ડાલામાં લસણની આડમાં ગેરકાયદે રીતે દારૂ લવાઈ રહ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો સહિત કુલ 12.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ બે ઇસમોની ધરપકડ પણ કરી છે.
