Ahmedabad : નરોડા પોલીસે BLOની કામગીરીના બહાને આરોપીની કરી ધરપકડ, 2 વર્ષથી ફરાર હતો આરોપી, જુઓ Video
ગુજરાત સહિત દેશભરમાં એક તરફ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એટલે કે SIRની કામગીરી થઈ રહી છે. ત્યારે અનેક જગ્યાએ SIRની કામગીરીને લઈને વિવાદ પણ ચાલી રહ્યા છે.
ગુજરાત સહિત દેશભરમાં એક તરફ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એટલે કે SIRની કામગીરી થઈ રહી છે. ત્યારે અનેક જગ્યાએ SIRની કામગીરીને લઈને વિવાદ પણ ચાલી રહ્યા છે. પરંતુ બીજી તરફ આ જ SIRની કામગીરીથી અમદાવાદમાં 2 વર્ષથી ફરાર આરોપી ઝડપાઈ ગયો છે.
ફરાર આરોપીની કરી ધરપકડ
અમદાવાદના નરોડમાં પોલીસે છેલ્લા બે વર્ષથી ફરાર આરોપીને પકડવા માટે અનોખી તરકીબ અજમાવી હતી. યુવતીને ભગાડી જવાના કેસમાં આરોપી રોહિત ઠાકોર ફરાર હતો. પોલીસે આરોપીના પિતાને ફોન કરી જણાવ્યું કે હું BLO વાત કરુ છું અને ચૂંટણી કાર્ડની કામગીરી માટે તમારા પુત્રની વિગત આપો. હવે પિતાએ પોતાના પુત્રનું લોકેશન આપી દીધુ હતું. એટલે પોલીસે તાત્કાલિક ધોરણે મહેસાણા પહોંચીને ફરાર આરોપીને દબોચી લીધો હતો.
