લગ્નમાં દૂધીનો હલવો પેટ ભરી ખાધા બાદ 100 થી વધુને ફૂડ પોઈઝનિંગની અસર
ગાંધીનગરથી સમાચાર કે, જ્યાં 100 કરતા વધુ લોકોને ખોરાકી ધેરની અસર પહોંચી છે. દૂધીનો હલવો લગ્ન પ્રસંગે જમણવારમાં જમ્યા બાદ ફૂડ પોઈઝનની અસર થઈ હતી. ફૂડ પોઈઝન થવાને લઈ 100 કરતા વધુ લોકોને સ્થાનિક નજીકમાં કલોલની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
લગ્ન સિઝન શરુ થઈ છે અને એ સાથે જ લગ્નમાં ભોજનનો સ્વાદ માણ્યા બાદ ક્યારેક તેની આડ અસર પણ સર્જાતી હોય છે. આવી જ રીતે ગાંધીનગર જિલ્લામાં ખોરાકી ઝેરની અસરનો મામલો સામે આવ્યો છે. જેમાં 100 કરતા વધુ લોકોને ખોરાકી ઝેરની અસર વર્તાઈ છે. ગાંધીનગર સજરીનગર વિસ્તારમાં આ ઘટના સર્જાઈ હતી.
આ પણ વાંચો: રામ મંદિરની પ્રતિષ્ઠા થતા હિંમતનગરમાં પ્રસાદ વિતરણ, 1 લાખ પરિવારોના ઘરે પહોંચાડાશે
દૂધીનો હલવો ખાધા બાદ સજરીનગરમાં લોકોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. શરુઆતમાં જ લોકોને પેટમાં દુઃખાવા સહિતના સમસ્યાઓ શરુ થઈ હતી. 25 જેટલા લોકોને હજુ પણ અસર પહોંચી છે અને જેને લઈ તેઓને કલોલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તેમની સ્થિતિ હાલમાં નિયંત્રણ હેઠળ હોવાનું સામે આવ્યુ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 24, 2024 04:20 PM
Latest Videos
