Patan: અતિભારે વરસાદની આગાહીને લઈ તંત્ર સતર્ક, કલેકટરે અધિકારીઓને આપ્યા આ ઓર્ડર

Patan: આગામી દિવસોમાં અતિભારે વરસાદની આગાહી છે. શાહિન વાવાઝોડાના કારણે ગુજરાત પર અસર પડી શકે તેમ છે. આવામાં પાટણ કલેકટરે અધિકારીઓને ઓર્ડર આપ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 6:17 PM

ઉત્તર ગુજરાતના પાટણ (Patan) જિલ્લામાં અતિભારે વરસાદની (Heavy Rain) આગાહીને લઈ તંત્ર સતર્ક બન્યું છે. જેને પગલે પાટણના કલેક્ટરે પરિપત્ર જાહેર કરીને અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કર્યો છે. આ સાથે જ તમામ તાલુકા મથકો પર કંટ્રોલરૂમ શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. વરસાદની સ્થિતિ પર નજર રાખી અધિકારીઓને કંટ્રોલરૂમનો સંપર્ક કરવા આદેશ કરાયો છે. જેથી જરૂરિયાતના સમયે લોકોને તાત્કાલિક મદદ મળી રહે. તેમજ કોઈ દુર્ઘટના નિવારી શકાય.

તમને જણાવી દઈએ કે ગુજરાત (Gujarat) પર ફરી ભારે વરસાદ અને વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 સપ્ટેમ્બરના રોજ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાવાની શક્યતા છે. આ હવાનું હળવું દબાણ સર્જાયા બાદ 24 કલાકમાં વધુ મજબૂત બનશે. જેના પગલે ગુજરાતના દરિયાકિનારે ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે. માહિતી અનુસાર શાહીન નામનું વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉદભવે તેવી શકયતાઓ છે. ગુલાબ નામનું જ વાવાઝોડું શાહીનમાં પરિવર્તિત થઇ રહ્યું છે. અને, શાહીનની અસરરૂપે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ આગાહીને લઈને પાટણ તંત્ર સતર્ક થયું છે અને અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Sabarkantha: રિક્ષા અને ઇકો કાર વચ્ચે ગોઝારો અકસ્માત, બે બાળકો અને રિક્ષા ચાલકનું મોત

Follow Us:
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
g clip-path="url(#clip0_868_265)">