જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારમાં માવઠું, પાકને નુકસાનની ભિતી – જુઓ Video
જૂનાગઢ જિલ્લાના માણાવદર વિસ્તારમાં આજે કમોસમી વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદથી ખેડૂતો હતાશ થયા છે, કેમ કે તેમના પાકને નુકસાન થયું છે.
જૂનાગઢ જિલ્લાના માણાવદર વિસ્તારમાં આજે કમોસમી વરસાદ નોંધાયો છે. ખાસ કરીને બસ સ્ટેન્ડ, બાટવા રોડ અને વંથલી રોડ સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું છે. આ કમોસમી વરસાદથી લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. આનું મુખ્ય કારણ એ છે કે, આ કમોસમી વરસાદથી તલ, અડદ અને મગના પાકને નુકસાન થયું છે.
વરસાદને કારણે ખેડૂતોમાં પાકના નુકસાનને લઈને ચિંતા ઊભી થઈ છે. હાલ જૂનાગઢ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ છવાયું છે. એવામાં ચોમાસાની ઋતુમાં ખેડૂતોએ પાક બચાવવા માટેની પૂરતી તકેદારી રાખવી પડશે નહીં તો ઉત્પાદન અને આવક બંને પર તેમને અસર થઈ શકે છે.
Follow Us
Latest Videos