Rain News : અમદાવાદના હાલ બન્યા બેહાલ ! પૂર્વ-પશ્ચિમના અનેક વિસ્તારોમાં જળબંબાકાર, જુઓ Video

Rain News : અમદાવાદના હાલ બન્યા બેહાલ ! પૂર્વ-પશ્ચિમના અનેક વિસ્તારોમાં જળબંબાકાર, જુઓ Video

| Edited By: | Updated on: Jul 27, 2025 | 12:45 PM

આજે સવારે પણ ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે પૂર્વના અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા. અને લોકો હાલાકીમાં મુકાયા. નારોલમાં નેશનલ હાઈવે-8 પર પાણી ફરી વળ્યા હતા.

અમદાવાદમાં ગત રાતથી વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. આજે સવારે પણ ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે પૂર્વના અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા. અને લોકો હાલાકીમાં મુકાયા. નારોલમાં નેશનલ હાઈવે-8 પર પાણી ફરી વળ્યા હતા. તો શાહવાડી ગામ પાણીમાં ગરક થયું હતું. જશોદાનગર, હાટકેશ્વર, ખોખરા વિસ્તારમાં પણ વરસાદી જમાવટને પગલે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા. BRTS રૂટમાં 1 થી 2 ફૂટ પાણી ફરી વળ્યા હતા. વસ્ત્રાલમાં વરસાદી પાણીને લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને વાહન ચાલકોના વાહનો ખોટકાયા હતા. સામાન્ય વરસાદમાં મહાનગરમાં જળબંબાકારની સ્થિતિને પગલે AMCની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

અનેક વિસ્તારોમાં 2 ફૂટ પાણી ભરાયા

પૂર્વ જ નહીં પશ્ચિમના વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વેજલપુર, જોધપુર, પ્રહલાદનગર, પ્રેરણાતીર્થ દેરાસર વિસ્તારોમાં પાણી-પાણીની પરિસ્થિતિ જોવા મળી. પ્રેરણાતીર્થ દેરાસર રોડ પાસેની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા. અહીં તેજધારા બંગ્લોની પાસે 2 ફૂટ જેટલાં પાણી ભરાયા હતા. વેજલપુર, જોધપુર, પ્રહ્લાદનગરમાં પણ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. પશ્ચિમના અનેક વિસ્તારોમાં RCC રોડના કારણે પાણી ભરાતા હોવાની ફરિયાદો ઉઠી છે. પરંતુ, ફરિયાદો છતાં તંત્ર બેધ્યાન હોવાના આક્ષેપો ઉઠ્યા છે. મનપાની કામગીરી સામે લોકોમાં રોષનો માહોલ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો