નર્મદા : નાંદોદના લાછરસમાં પૂરની સ્થિતિ, કમર સુધીના પાણી ભરાયા, ગામમાં જવાનો રસ્તો પણ થયો બંધ, જુઓ-Video
નર્મદાના નાંદોદમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ કારણે લાછરસ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે વરસાદના પાણી લોકોના ઘરોમાં ઘુસી ગયા છે. ત્યારે પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે.
નર્મદામાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે ભારે વરસાદને પગલે હવે પૂરની સ્થિતિ સર્જાય છે. નમર્દાના લાછરસ ગામે ભારે વરસાદના કારણે કેડ સમા પાણી ભરાઈ ગયા છે. ગામમા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. તંત્રની બેદરકારીના કારણે ગામમાં દર વર્ષે પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.
નર્મદાના નાંદોદમાં પૂરની સ્થિતિ
નર્મદાના નાંદોદમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ કારણે લાછરસ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે વરસાદના પાણી લોકોના ઘરોમાં ઘુસી ગયા છે. ત્યારે પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. મળતી માહિતી મુજબ આ ગામમાં પાણી જવાનો રસ્તો ન હોવાથી પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાય છે.
નર્મદાના ગરુડેશ્વરમાં ભારે વરસાદના કારણે છેલ્લા 6 કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે નાંદોદમાં 6 કલાકમાં 5 ઈંચ વરસાદ તો તિલકવાળામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે.
6 ઈંચ જેટલો ભારે વરસાદ વરસ્યો
નર્મદાના નાંદોદમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આ સમસ્યાની વચ્ચે ગામલોકોને પડતા પર પાટુ સમાન સ્થિતિ બની છે . લાછરસમાં હાલ કમર સુધીના પાણી ભરાયા છે તેને લઈને લોકો હેરાન છે.