અમદાવાદ થી દીવ સીધી ફ્લાઈટ શરુ થતા રાહત, સોમનાથ પહોંચવુ સરળ બનશે, કેટલા ભાડામાં થશે પ્રવાસ, જાણો
સુંદર દરિયા કિનારો ધરાવતા દીવમાં પ્રકૃતિ ખૂબ સુંદરતા ભરી છે. છેલ્લા 6-7 વર્ષમાં દીવને વધુ સુંદર બનાવવામાં આવ્યુ છે. અહીં સુંદરતાને માણવા માટે ગુજરાતીઓ મોટા પ્રમાણમાં રજાઓ ગાળવા માટે પહોંચે છે. પરંતુ હવે ગુજરાતી પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે કે, હવે અમદાવાદ થી દીવ માત્ર દોઢ જ કલાકમાં પહોંચી જવાશે. 29 ઓક્ટોબરથી અમદાવાદ થી સીધી ફ્લાઈટ સેવા શરુ થઈ રહી છે. આમ સોમનાથ દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને પણ મોટી રાહત સર્જાશે.
હવે દીવ જનારા પ્રવાસીઓ માટે ખુશ ખબર છે. અમદાવાદથી હવે દીવની ફ્લાઈટ શરુ કરવામાં આવી છે. રવિવારથી દીવ-અમદાવાદ વચ્ચે ફ્લાઈટ શરુ થવા જઈ રહી છે. આમ દિવાળી પહેલા જ દીવ-અમદાવાદ ફ્લાઈટ શરુ કરવામાં આવતા પ્રવાસીઓને મોટો ફાયદો થશે. પ્રવાસીઓને કલાકોનો સમય મોટરમાર્ગે કાપવાને બદલે ઝડપથી દીવ અને અમદાવાદ વચ્ચે મુસાફરી કરી શકાશે. ઈન્ડિગો દ્વારા 29 ઓક્ટોબરથી આ સેવા શરુ કરાનાર છે. એક તરફનુ ભાડુ 2499 રુપિયા રહેશે.
આ પણ વાંચોઃ પશુપાલકો માટે સારા સમાચાર, સાબરડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો, જાણો
દીવ અને અમદાવાદ વચ્ચે માત્ર દોઢ કલાકનો જ હવાઈ સફરનો સમય થશે. આમ અમદાવાદથી સોમનાથ જતા શ્રદ્ધાળુઓને પણ મોટી સરળતા મળી રહેશે. હવે ઓછા સમયમાં અમદાવાદથી સોમનાથ દર્શન કરીને પરત ફરી શકાશે. આ ઉપરાંત સુંદર દરિયા કીનારો ધરાવતા દીવનો પણ પ્રવાસ માણી શકાશે. દીવની છેલ્લા 6-7 વર્ષમાં કાયાપલટ કરવામાં આવી છે. દીવને વધુ સુંદર બનાવવામાં આવ્યુ છે અને જેને લઈ અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં રજાઓ દરમિયાન ઉમટી પડે છે. દીવને હવાઈ સેવા એટલે કે મોટા શહેરોથી ફ્લાઈટ ક્નેક્ટીવીટી માટે પ્રશાસક પ્રફુલ પટેલે પ્રયાસ કર્યા હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?

