AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath : દીવના બીચ ચોમાસામાં 3 મહિના બંધ, કલમ 144 લગાડીને સખત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, જુઓ Video

Gir Somnath : દીવના બીચ ચોમાસામાં 3 મહિના બંધ, કલમ 144 લગાડીને સખત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 9:08 PM
Share

દીવના જાણીતા બીચ બનશે સૂમસામ કારણ કે ચોમાસાના ત્રણ મહિના આ દિવના દરિયામાં નહાવા પર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. જેથી હવે પર્યટકો દરિયામાં ડૂબકી લગાવી નહીં શકે

Gir Somnath: દીવના દરિયામાં ચોમાસામાં ત્રણ મહિના તોફાની મોજા અને કરંટને પગલે પર્યટકોના સ્નાન પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. 1 જૂનથી લઈને 31 ઓગસ્ટ સુધી દીવના બીચ સૂમસામ બની જશે. કલેક્ટરે નાગવા બીચ, બ્લૂ ફ્લેગ બીચ ઘોઘલા પર કલમ 144 લગાડીને સખત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. જેથી કોઈ પર્યટક કે સ્થાનિક દરિયામાં ન જાય અને ખતરો ન સર્જાય. આ ઉપરાંત પેરા ગ્લાઈડીંગ, વોટર સ્કૂટર, જેસ્કી રાઈડ્સ, બનાના બોટ જેવી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પર પણ પ્રતિબંધ મુકાયો છે. દેશ-વિદેશના પર્યટકો દરિયાકાંઠે હરી-ફરી શકશે.

આ પણ વાંચો : સાસણ-ગીર ફરવાનો પ્લાન હોય તો આ 15 દિવસમાં જ જઇ આવજો, પછી નહીં થાય સિંહ દર્શન, વાંચો કારણ

ગુજરાતને અડીને આવેલો કેન્દ્ર શાસિત પ્રદેશ ગુજરાતીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન છે. દિવાળી તેમજ ઉનાળુ વેકેશન ઉપરાંત તહેવારોની રજા અને વિકેન્ડ્સમાં દીવ દરિયા કાંઠે ફરવા જનારા ગુજરાતીઓની સંખ્યા ઓછી નથી. જો કે ચોમાસાના આગમન પૂર્વે દીવ વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આગામી 3 મહિના માટે દીવના બીચને બંધ રાખવામાં આવશે.

ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">