Rathyatra 2025 : વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ સંપન્ન, સાધુ-સંતો માટે મહા ભંડારાનું આયોજન, જુઓ Video

| Edited By: | Updated on: Jun 25, 2025 | 12:44 PM

રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આજે અમદાવાદમાં રથયાત્રા પૂર્વ નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે. આજે મોસાળથી નિજ મંદિર પ્રભુ જગન્નાથ પરત ફર્યા છે. જળયાત્રા બાદ આજે નિજ મંદિરમાં પ્રભુના પ્રથમ દર્શન થયા છે.

રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આજે અમદાવાદમાં રથયાત્રા પૂર્વ નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે. આજે મોસાળથી નિજ મંદિર પ્રભુ જગન્નાથ પરત ફર્યા છે. જળયાત્રા બાદ આજે નિજ મંદિરમાં પ્રભુના પ્રથમ દર્શન થયા છે. જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજીની નેત્રોત્સવ વિધિ સંપન્ન કરાઈ છે. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રભુની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે. આજે મોટી સંખ્યામાં ભાવિકો પ્રભુ જગન્નાથના દર્શન કરવા માટે ઉમટ્યા છે.

હર્ષ સંઘવીએ કર્યું રથયાત્રાના રુટનું નિરીક્ષણ

રથયાત્રા પહેલા ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રથયાત્રાના રુટનું નિરીક્ષણ કર્યું છે. રુટનું નિરીક્ષણ કરવા માટે ગયેલા ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું લોકોએ સ્વાગત કર્યું છે. રથયાત્રાના દિવસે કોઈ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય તે માટે નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

આજે પૂરા પંદર દિવસ બાદ પ્રભુ જગન્નાથ તેમના ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે નિજ મંદિર પરત ફર્યા છે. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં આજે હરખની હેલી છે. આમ તો મંદિરમાં બારેમાસ ભંડારો ચાલે છે. પરંતુ, આજે નેત્રોત્સવ વિધિના અવસરે અહીં “મહા ભંડારા”નું આયોજન થાય છે. જેમાં સાધુ-સંતો સહિત ભક્તો મંદિરનો અત્યંત પ્રસિદ્ધ એવો “ધોળી દાળ અને કાળી રોટી”નો પ્રસાદ ગ્રહણ કરે છે. જેના માટે મોટાપાયે તૈયારી હાથ ધરાતી હોય છે.

( વીથ ઈનપુટ –  મિહીર સોની, અમદાવાદ ) 

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 25, 2025 12:02 PM