Breaking News: કચ્છના માધાપર નજીક ફાયરિંગની ઘટના, સ્થળ પરથી 5 લોકોની કરાઇ અટકાયત, જુઓ Video
કચ્છના માધાપર પાસે ફાયરિંગની ઘટના સામે આવી છે. ભુજ SOG પોલીસની કાર્યવાહી દરમિયાન ફાયરિંગનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે ઘટના સ્થળેથી પાંચ શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે.
કચ્છના માધાપર નજીક ફાયરિંગની ઘટના બની છે. ભુજ SOG પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જે દરમિયાન ફાયરિંગનું અનુમાન લગાવાઇ રહ્યું છે. બંને તરફી ફાયરિંગની ઘટનાની આશંકાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ધટના સ્થળે પહોચ્યા છે. મહત્વની વાત છે કે પોલીસ દ્વારા આ ફાયરિંગની ઘટનામાં પાંચ લોકોની અટકાયત કરાઇ હોવાની માહિતી સામે આવી છે.
આ પણ વાંચો : ભુજ BSFની ગુપ્ત માહિતી વોટ્સએપથી ISI મહિલા એજન્ટને મોકલ્યાની ઘટના, ATS તપાસ વેગમાં
ફાયરિંગાના કારણે ઘટના સ્થળે મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો છે. પોલીસ કાર્યવાહી દરમિયાન ફાયરિંગ થતાં અફરા તફરી મચી હતી. દિલ્હી પાસિંગની કાર પર ફાયરિંગ થયું હતું. પોલીસ આરોપીને પકડવા જતી હતી આ દરમ્યાન ફાયરિંગ કર્યાનુ પ્રાથમિક રીતે સામે આવ્યુ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કારમાં ડ્રગ્સ હોવાનુ અનુમાન લગાવાઇ રહ્યું છે.
કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે પોલીસ સતર્ક છે. ઘટના બાદ પોલીસ કાર્યવાહીમાં પાંચ લોકોની અટકાયત કરાઈ છે. સ્થળ પર જ પોલીસ દ્વારા આ શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકોનું ટોળું પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું. મહત્વનુ છે કે આ ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો