AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભુજ BSFની ગુપ્ત માહિતી વોટ્સએપથી ISI મહિલા એજન્ટને મોકલ્યાની ઘટના, ATS તપાસ વેગમાં

ભુજ BSFની ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટને પહોંચાડનાર યુવકની પૂછપરછમાં નવા ખુલાસા થયા છે. આ સમગ્ર ખુલાસા અંગે ગુજરાત ATS દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ભુજ BSFની ગુપ્ત માહિતી વોટ્સએપથી ISI મહિલા એજન્ટને મોકલ્યાની ઘટના, ATS તપાસ વેગમાં
Mihir Soni
| Edited By: | Updated on: Jul 10, 2023 | 7:49 PM
Share

Gujarat ATS: ગુજરાત ATSની કસ્ટડીમાં ઝડપાયેલો ગદાર નિલેશ બળિયા જે ભુજ BSFના હેડ ક્વાર્ટરની CPWD ઇલેક્ટ્રિક વિભાગમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતો હતો. આરોપી નિલેશની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે છેલ્લા 6 મહિનાથી ISIની મહિલા એન્જટ સાથે સંપર્કમાં હતો અને બન્ને જણા દરરોજના 2થી 3 કલાક વોટ્સએપ કોલ પર વાતચીત કરતા હતા.

BSF પર પોતે રિસર્ચ કરી રહી હોવાનું જણાવ્યુ

મહત્વનું છે કે આરોપી નિલેશને ISI મહિલા એજન્ટએ પોતાનું ખોટું નામ અદિતિ તિવારી કહ્યું હતું. જેમાં નિલેશ સાથે મહિલા એજન્ટએ શરૂઆતમાં વિશ્વાસ કેળવી પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો હતો. જે બાદ આરોપી નિલેશને મહિલા એન્જટએ કહ્યું કે હું ગોવાની એક મોટી કંપનીમાં કામ કરું છું અને BSF પર પોતે રિસર્ચ કરી રહી છે. જેથી આરોપી નિલેશ મહિલા એજન્ટની વાતમાં આવી જઈને મહિલા એજન્ટ માંગતી તે માહિતીના ફોટો વોટ્સએપ પર મોકલી આપતો હતો.

ગુપ્ત માહિતીઓના ફોટો વોટ્સએપથી ISIS મહિલા એજન્ટ મોકલ્યા

ISI મહિલા એજન્ટને માહિતી મળતા જ દર મહિને આરોપી નિલેશને પૈસા ટ્રાન્સફર કરતી હતી. જોકે પૈસા દેશના અલગ અલગ રાજ્યોના બેન્ક એકાઉન્ટથી કુલ 28 હજાર રૂપિયા જેટલા મળ્યા હતા. જે પૈસા મોકલનાર ખાતાધારકની ગુજરાત ATS તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે આરોપી નિલેશ પૈસા માંગતો ન હતો છતાં પણ મહિલા એજન્ટ પૈસા મોકલી આપતી હતી. ત્યારે આરોપી નિલેશએ BSF ની ગુપ્ત માહિતીઓના ફોટો વોટ્સએપથી ISI મહિલા એજન્ટ મોકલ્યા હતા જે રિકવર કરવા મોબાઈલને FSL મોકલાયો છે.

મહિલાને મળવા માટેનું કહેતો હતો પરંતુ મહિલા મળવા માટે વાયદા આપતી

ત્યારે આરોપી નિલેશની પૂછપરછ કરતા તેને છ મહિનામાં BSF ના નવા કન્સ્ટ્રકશન સાઈડના પ્લાન અને અત્યાર સુધીમાં થઈ ગયેલા કન્સ્ટ્રકશનના પ્લાન અને તેની અલગ અલગ વિગતો મોકલી હતી. આરોપી નિલેશ ISI મહિલા એજન્ટની પ્રેમજાળમાં એટલો ફસાઈ ગયો હતો કે તે અવારનવાર મહિલાને મળવા માટેનું કહેતો હતો પરંતુ મહિલા મળવા માટે વાયદા આપતી હતી એટલું જ નહીં આરોપી નિલેશ ગોવા મળવા જવા તૈયાર થઈ ગયો હતો. જોકે આરોપી નિલેશ બળિયા પરણિત છે અને 2 વર્ષનો દીકરો પણ છે.

આ પણ વાંચો  : દેશની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને પહોંચાડનાર જાસુસની કચ્છમાંથી ધરપકડ

આરોપી નિલેશના ગુજરાત ATS 10 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે ત્યારે આરોપી નિલેશ ISI ની મહિલા એજન્ટ સાથે વાત કરતો તેનું આઈપી લોકેશન પાકિસ્તાન આવ્યું હોવાથી ગુજરાત ATS અલગ અલગ રાજ્યોમાં તપાસ શરૂ કરી છે. ત્યારે જોવાનું રહ્યું કે ISIની મહિલા એજન્ટએ અન્ય કોઈને આ રીતે ભોગ બનાવ્યા છે કે કેમ જે દિશામાં તપાસ કરી રહ્યા છે.

કચ્છ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
g clip-path="url(#clip0_868_265)">