પાવાગઢના ડુંગર પર લાગી આગ, જુઓ વિડીયો

પંચમહાલ જિલ્લાના જાંબુધોડા અને પાવાગઢના ( pavagadh ) નારુકોટા જંગલમાં આગ (fire) લાગી હતી.

  • Bipin Prajapati
  • Published On - 8:02 AM, 30 Mar 2021
પાવાગઢના ડુંગર પર લાગી આગ, જુઓ વિડીયો
પાવાગઢના ડુંગર પર લાગી વિકરાળ આગ

પંચમહાલ ( panchmahal ) જિલ્લાના જાંબુધોડા ( jambughoda) અને પાવાગઢના (pavagadh) નારુકોટા જંગલમાં આગ (fire) લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્ય હતું. ધીમે ધીમે વહેતા પવનને કારણે આગ જંગલ વિસ્તારમાંથી પાવાગઢના ડુંગર ઉપર પ્રસરી હતી. જંગલ વિસ્તારમાં પાનખર ઋતુમાં ખરી પડેલા સુકા પાનને કારણે આગ જોતજોતામાં ચોમેર પ્રસરી હતી. આગની  જાણ થતા જ વન વિભાગના અધિકારીઓ નારુકોટાના જંગલમાં પહોચી ગયા હતા અને આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.