જામનગર : જામજોધપુરમાં દુકાનમાં લાગી આગ, આસપાસની દુકાનો પણ આવી ઝપેટમાં

આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગના પગલે સ્થાનિકોમાં પણ અફરાતફરી સર્જાઈ હતી. જો કે કાલાવડ અને જામડોધપુર ફાયર વિભાગને જાણ થતા સ્થળ પર પહોંચીને આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે ઘટનામાં જાનહાનિના કોઇ સમાચાર સામે આવ્યા નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2023 | 12:19 PM

દિવાળીના દિવસે આગની ઘટનામાં વધારો થયો છે. ત્યારે જામનગરના જામજોધપુરમાં પણ એક ઘટના સામે આવી છે. જ્યાં આઝાદ ચોકમાં આવેલા બજારની એક દુકાનમાં આગ લાગી હતી. સૌથી પહેલા આગ કટલરીની દુકાનમાં લાગી હતી. જે બાદ આગ વિકરાળ થતા આસપાસની દુકાનો પણ ઝપેટમાં આવી હતી.

આ પણ વાંચો જામનગર સમાચાર : જાહેરમાં આધેડને હેન્ડ પંપ સાથે બાંધી માર્યો માર, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગના પગલે સ્થાનિકોમાં પણ અફરાતફરી સર્જાઈ હતી. જો કે કાલાવડ અને જામડોધપુર ફાયર વિભાગને જાણ થતા સ્થળ પર પહોંચીને આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે ઘટનામાં જાનહાનિના કોઇ સમાચાર સામે આવ્યા નથી.

જામનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">