મોડાસાના કુડોલ પાલમાં રહેણાંક ઘરમાં આગ લાગી, ફાયર ટીમે કાબૂ મેળવ્યો
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કુડોલ ગામે ઘરમાં આગ લાગી હતી. આગના બનાવને પગલે મોડાસાની ફાયર ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ આગનો બનાવ ઘરમાં શોટ સર્કિટને લઈ સર્જાયો હતો.જોકે સમયસર આગને કાબૂમાં લઈ લેવાતા આસપાસમાં પ્રસરતી અટકાવી શકાઈ હતી.
આગનો વધુ એક બનાવ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં નોંધાયો હતો. શનિવારે કુડોલ ગામે રહેણાંક મકાનમાં આગનો બનાવ નોંધાયો હતો. આગની ઘટના રહેણાંક વિસ્તારમાં સામે આવવા સાથે જ સ્થાનિકોએ મોડાસા ફાયર ટીમને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચતા આગને કાબૂમાં લેવાનો સફળ પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચોઃ ACBનો સપાટો, ત્રણ અધિકારીઓ સામે અપ્રમાણસર મિલકતનો નોંધ્યો ગુનો, અડધી રાતે મામલતદારની ધરપકડ
ફાયર ટીમે આગને ઝડપથી કાબૂમાં લેતા આગ આસપાસમાં પ્રસરતી અટકાવી શકાઈ હતી. સ્થાનિકોએ પણ ફાયર ટીમ આવે એ પહેલા આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. આગને કારણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને લઈ ઘરમાં કેટલોક સામાન ખાખ થયો હતો.
અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 25, 2023 09:03 PM
Latest Videos

