Breaking News : રાજકોટના મેટોડા સ્થિત જ્યોતિ CNC ફેક્ટરીના એસેમ્બલિંગ યુનિટમાં ભીષણ આગ, જુઓ Video

Breaking News : રાજકોટના મેટોડા સ્થિત જ્યોતિ CNC ફેક્ટરીના એસેમ્બલિંગ યુનિટમાં ભીષણ આગ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 26, 2026 | 2:28 PM

રાજકોટના મેટોડા ખાતે આવેલી જ્યોતિ CNC કંપનીની ફેક્ટરીના એસેમ્બલિંગ યુનિટમાં આગ લાગી હતી. આ ઘટનામાં દૂરથી કાળા ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

રાજકોટ જિલ્લાના મેટોડા GIDC ખાતે આવેલા જ્યોતિ CNC કંપનીના એસેમ્બલિંગ યુનિટમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેના કારણે કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂરથી સ્પષ્ટપણે જોઈ શકાતા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર, આ આગ જ્યોતિ CNC ફેક્ટરીના એસેમ્બલિંગ યુનિટમાં લાગી હતી. આગની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટર્સની ટીમો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. પાણીનો સતત મારો ચલાવીને લાંબા સમયની જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

જોકે, આગને કારણે એસેમ્બલિંગ યુનિટમાં કેટલું નુકસાન થયું છે, તેની ચોક્કસ વિગતો હાલમાં સામે આવી નથી. નુકસાનના અંદાજ અંગે તપાસ ચાલી રહી છે.

ગુજરાતમાં ₹519 કરોડના રાજકીય ભંડોળ કૌભાંડનો મોટો ખુલાસો, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.