Gujarati video : મહેસાણામાં ફાર્મસી કૉલેજમાં અભ્યાસ કરતી 21 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાત, લેબોરેટરી બિલ્ડિંગમાં ટૂંકાવ્યું જીવન
Mehsana News : 21 વર્ષીય તિતિક્ષા પટેલે નામની વિદ્યાર્થિનીએ લેબોરેટરીની બિલ્ડિંગમાં જીવન ટૂંકાવ્યું છે. વડસ્મા નજીક શ્રી સત્સંગી સાકેતધામ રામ આશ્રમ શૈક્ષણિક સંકુલમાં આ ઘટના બની છે.
મહેસાણામાં ફાર્મસી કૉલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. 21 વર્ષીય તિતિક્ષા પટેલે નામની વિદ્યાર્થિનીએ લેબોરેટરીની બિલ્ડિંગમાં જીવન ટૂંકાવ્યું છે. વડસ્મા નજીક શ્રી સત્સંગી સાકેતધામ રામ આશ્રમ શૈક્ષણિક સંકુલમાં આ ઘટના બની છે. વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીને આપઘાત કર્યાનું પ્રાથમિક અનુમાન છે. પ્રેમ પ્રકરણમાં યુવતીએ આપઘાત કર્યાની શંકા હોવાથી યુવકની શોધખોળ ચાલુ કરવામાં આવી છે.
આપઘાત કરનાર વિદ્યાર્થિની મૂળ વલસાડ જિલ્લાની
આપઘાત કરનાર વિદ્યાર્થિની મૂળ વલસાડના ઉમરગામના કછી ગામની રહેવાસી હોવાની માહિતી સામે આવી છે. 21 વર્ષીય તિતિક્ષા પટેલ ફાર્મસીના છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી. પોલીસ સ્ટેશનમાં યુવક અને યુવતીના ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાયેલી હતી. લાંઘણજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…