સાબરકાંઠા (Sabarkantha)માં 12 વર્ષ જૂની સંગીત વિસારદ વિદ્યા સહાયકની ભરતીના (Recruitment scam) પ્રકરણમાં હિંમતનગર એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અંતે ફરિયાદ નોંધાઈ (Police complain) છે. વર્ષ 2010માં ફરજ બજાવનાર શિક્ષણાધિકારી પી.એફ.પારધી સહિત પાંચ વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હેડ ક્લાર્ક એમ.એન. દવે, સિનીયર ક્લાર્ક એચ.કે. પટેલ અને બે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ ભરતી કૌભાંડ પૂર્વ રચિત કાવતરુ હોવાનું સામે આવ્યુ છે. મેરિટમાં નામ ન હોવા છતા ખોટા નિમણૂક પત્રો આપી નોકરી અપાવી હતી. ત્યારે હવે સમગ્ર કૌભાંડમાં પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠામાં 12 વર્ષ જૂની સંગીત વિસારદ વિદ્યા સહાયકની ભરતીમાં કૌભાંડનો પર્દાફાશ થયો છે.. વર્ષ 2010માં ઉમેદવારોને બોગસ હુકમપત્રો અપાયાનું ખુલતા કાર્યવાહી હાથ ધરાઈ છે.. સંગીત વિસારદ વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયામાં સાબરકાંઠા જિલ્લાના પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, હેડક્લાર્ક, સિનિયર ક્લાર્કે પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું અને ભરતીના મેરિટ લિસ્ટમાં નામ ન હોવા છતાં ઈડર અને હિંમતનગરની સંગીત વિસારદ વિદ્યાસહાયકોને ખોટા નિમણૂક પત્રો આપીને નોકરીએ લગાવ્યા હતા.
આ રીતે ગેરકાયદે નોકરી અપાવી સરકારી લાભો તેમજ ભથ્થા અપાવીને સરકાર સાથે છેતરપિંડી આચરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કૌભાંડના પર્દાફાશ બાદ ઈડર તેમજ વડાલી તાલુકાનો ચાર્જ સંભાળનાર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે પાંચ લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-