Ahmedabad : થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, એકનું મોત, 2 ઈજાગ્રસ્ત, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વાર અકસ્માતની ઘટના બની છે. અમદાવાદના એસ.જી.હાઈવે પર થલતેજ અન્ડરપાસમાં અકસ્માત સર્જાયો છે. આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વાર અકસ્માતની ઘટના બની છે. અમદાવાદના એસ.જી.હાઈવે પર થલતેજ અન્ડરપાસમાં અકસ્માત સર્જાયો છે. આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. દુર્ઘટનામાં કાર ચાલકનું મોત નિપજ્યું છે. તેમજ 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઊભેલી ટ્રક સાથે પાછળથી આવતી કિયા કાર અથડાઈ હતી. ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.
થલતેજ અન્ડરપાસેમાં સર્જાયો અકસ્માત
ઉલ્લેખનીય છે કે દુર્ઘટનામાં 23 વર્ષીય કાર ચાલકનું મોત થયું છે. જેનું નામ આર્યન બત્રા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્ત પ્રિયાંશી ચોક્સી અને કીર્તિ અગ્રવાલને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.