સાબરકાંઠાઃ સૂર્યોદય યોજનો અમલ નહીં થતા ખેડૂતોમાં રોષ, આંદોલનની આપી ચીમકી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહિત જિલ્લામાં ખેતી માટે વીજળીને લઈ ખેડૂતો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. હિંમતનગર તાલુકાના ખેડૂતોએ આઠ કલાક પૂરતી વીજળી મળી રહે એ માટે વીજ તંત્રને આવેદન પત્ર આપ્યુ છે. સૂર્યોદય યોજના અનુસાર ખેડૂતોને દિવસે જ વીજળી મળી રહે એ માટે થઈને રજૂઆ કરવામાં આવી હતી. આ અંગે હિંમતનગરના ધારાસભ્ય દ્વારા પણ ઉર્જા પ્રધાનને રજૂઆત કરી છે.
સાબરકાંઠા જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતો ખેતીમાં વીજળીને લઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોએ આ માટે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવી રહ્યો નથી. જેને લઈ હિંમતનગરના 10 થી 12 જેટલા ગામોના ખેડૂત આગેવાનોએ મળીને સ્થાનિક વીજ તંત્રના અધિકારીઓને રજૂઆત કરીને આવેદન પત્ર આપ્યુ છે.
સરકારે સૂર્યોદય યોજનાની જાહેરાત કરી હતી. જેનાથી દિવસે ખેડૂતોને 8 કલાક વીજળી મળવાની આશા બંધાઈ હતી. પરંતુ સૂર્યોદય યોજનાનો ફિયાસ્કો થવાને લઈ ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. હિંમતનગરના ગાંભોઈ પંથકના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ આ માટે એકઠા થઈ રજૂઆત કરી હતી. જેમાં ચાંદરણી અને ગાંધીપુરા કંપાના ખેડૂતો જોડાયા હતા. સાથે જ વીજ તંત્રને હવે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપી હતી. બીજી તરફ હિંમતનગરના ધારાસભ્ય દ્વારા રાજ્યના ઉર્જા પ્રધાનને પણ રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ 145 છગ્ગા ફટકારનારા અફઘાનને ‘સુરતી લોચા’ના સ્વાદથી મોજ પડી ગઈ, કહ્યુ-વાહ! શાનદાર
સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

