આનંદો : જગતના તાત માટે સારા સમાચાર, આ વર્ષ ચોમાસુ વહેલુ શરૂ થવાના એંધાણ
ગુજરાતમાં સામાન્ય રીતે જુન 15 સુધી ચોમાસું શરૂ થાય છે, ત્યારે આ વખતે વહેલુ ચોમાસુ (Monsoon) શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની રાહતની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગના (Indian Metrological Department) જણાવ્યા અનુસાર દેશમા આ વખતે ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે.હાલમાં અંદામાન નિકોબાલ ટાપુ પર ચોમાસાની હલચલ શરૂ થઈ છે. સામાન્ય કરતા એક અઠવાડિયા પહેલા અંદામાન નિકોબાલમાં હલચલ શરૂ થઈ હોવાથી કેરળમા (Kerala) પણ સામાન્ય કરતા ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે.
સામાન્ય રીતે એક જુનથી કેરળમાં ચોમાસાની શરૂઆત થાય છે. જ્યારે ગુજરાતમાં સામાન્ય રીતે જુન 15 સુધી ચોમાસું શરૂ થાય છે,ત્યારે આ વખતે વહેલુ ચોમાસુ (Monsoon) શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
આ વર્ષે ચોમાસુ થોડું વહેલું શરૂ થવાની શક્યતા
કાળઝાળ ગરમી વચ્ચે રાહતની આગાહી થતા ખેડુતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, આ વર્ષે ચોમાસુ થોડું વહેલું શરૂ થશે તેથી દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ અને બંગાળ સહિત કેટલાયે રાજ્યોમાં લોકોને ગરમીમાંથી રાહત મળશે.તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગની પુના સ્થિત મુખ્ય લેબોરેટરી દ્વારા લાંબા સમયની નોંધ ઉપરથી તૈયાર કરાયેલા મલ્ટી મોડેલ, એક્સટેન્ડેડ રેન્જ, પ્રિડિક્શન સીસ્ટીમનો ઉપયોગ કરી આ અનુમાન આપ્યું છે.