Vadodara News : ડભોઈનું વઢવાણા તળાવ ભરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 31, 2024 | 10:56 AM

વડોદરામાં ભારે વરસાદને પગલે મોટાભાગના જળાશયો ભરાયા છે. વડોદરાના ડભોઈનું વઢવાણા તળાવ ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

વડોદરામાં ભારે વરસાદને પગલે વિશ્વમિત્રી નદીના પાણી વડોદરામાં ફરી વળ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મોટાભાગના જળાશયો ભરાયા છે. વડોદરાના ડભોઈનું વઢવાણા તળાવ ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સિંચાઈ માટે પાણી પુરું પાડતુ તળાવ વરસાદના કારણે ભરાયુ છે. 22 ગામના ખેડૂતોને તળાવમાંથી પાણી મળી રહેશે. જો કે ગત વર્ષની સરખામણીમાં 5 ટકા તળાવ વધુ ભરાયુ છે. જેથી ખેડૂતો શિયાળુ અને ઉનાળુ પાકનું પણ વાવેતર કરી શકશે.

મહત્વનું છે કે ડભોઇનું આ વઢવાણા ગામનું તળાવ ગાયકવાડીના સન્માનમાં 16 કિલોમીટરના અંતરમાં બનાવાયેલું હતું. જે તે વખતે આસપાસના ગામોને સિંચાઇનું પાણી મળી રહે તે હેતુથી તળાવનું નિર્માણ કરાયું હતું. તો ચાલુ વર્ષે સારા વરસાદને પગલે આ તળાવ છલોછલ થયું છે.