Rain : વલસાડ જિલ્લામાં સવારથી છવાયો વરસાદી માહોલ, કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં, જુઓ Video
આજે સવારથી જ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે. કપરાડા, વલસાડ, ધરમપુર અને પારડી તાલુકામાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે.
અરબ સાગરમાં ડિપ્રેશનના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે સવારથી જ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે. કપરાડા, વલસાડ, ધરમપુર અને પારડી તાલુકામાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે.
ભારે વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે ગુજરાતના 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપ્યું છે. તેમજ દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ઓરેન્જ ઍલર્ટ આપ્યું છે. ત્યારે દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, ભરૂચમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.