Dwarka Rain : વરસાદી આફત વચ્ચે NDRF બન્યા દેવદૂત, 95 લોકોનું કર્યું રેસ્ક્યુ, જુઓ Video

Dwarka Rain : વરસાદી આફત વચ્ચે NDRF બન્યા દેવદૂત, 95 લોકોનું કર્યું રેસ્ક્યુ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 29, 2024 | 10:53 AM

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં વરસાદી આફત વચ્ચે NDRF દેવદૂત બન્યા છે. NDRFની ટીમે આવડપરા વિસ્તારમાં ફસાયેલા લોકોને હેમખેમ બહાર કાઢ્યા છે.

દેવભૂમિ દ્વારકામાં વરસાદી આફત વચ્ચે NDRF દેવદૂત બન્યા છે. NDRFની ટીમે આવડપરા વિસ્તારમાં ફસાયેલા લોકોને હેમખેમ બહાર કાઢ્યા છે. NDRFની ટીમ દ્વારા 95 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. સતત 3 દિવસથી ભારે વરસાદ પડતા અનેક લોકો ફસાયા હતા. માહિતી મળતા જ NDRFની ટીમે તમામ લોકોને બોટ મારફતે સુરક્ષિત સ્થળે ખસેડ્યાં છે.

દરિયામાં ફસાયેલા માછીમારોને કોસ્ટગાર્ડે કર્યા રેસ્ક્યુ

દેવભૂમિ દ્વારકામાં મધદરિયે કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. દરિયા વચ્ચે બોટ ફસાયાની જાણ થતાં કોસ્ટગાર્ડે મદદ કરી છે. જો કે ઓખા કોસ્ટગાર્ડની ટીમે ફસાયેલા તમામ માછીમારોને બચાવ્યા છે. બોટ સહિત ત્રણેય માછીમારોને સુરક્ષિત બંદરે લાવવામાં આવ્યા છે. દરિયામાં ભારે પવન સાથે વરસાદથી માછીમારો પરત ફર્યા છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

Follow Us