GCAS પોર્ટલના ધાંધિયાથી હવે પ્રોફેસરો પણ કંટાળ્યા, બે રાઉન્ડના અંતે માત્ર 15 ટકા બેઠકો જ ભરાતા ચિંતામાં મુકાયા અધ્યાપકો

|

Jun 29, 2024 | 5:27 PM

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં બે રાઉન્ડના અંતે પુરા 20 ટકા પણ વિદ્યાર્થીઓના એડમિશન થયા નથી. આથી વિદ્યાર્થીઓ વગર સત્ર કેમ શરૂ કરવુ તેને લઈને અધ્યાપકો પણ મૂંજવણમાં મુકાયા છે અને અધ્યાપકોની મળેલી બેઠકમાં GCAS પોર્ટલની ખામીઓ અંમગે સરકારનું ધ્યાન દોરવાનુ નક્કી કરાયુ છે.

સરકારે આ વર્ષથી લોંચ કરેલા કોમન એડમિશન પ્રક્રિયા માટેના GCAS પોર્ટલના ધાંધિયાને કારણે હવે પ્રોફેસરો પણ મૂંજવણમાં મુકાયા છે. પોર્ટલના ધાંધિયાને કારણે ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં માત્ર 15 ટકા બેઠકો જ ભરાઈ છે અને 55 હજાર જેટલી બેઠકો ખાલી છે. ત્યારે વિદ્યાર્થીઓ વગર સત્ર કેવી રીતે શરૂ કરવુ તેને લઈને પ્રોફેસરો ચિંતામાં મુકાયા છે.

કોલેજોને વિદ્યાર્થીઓ નહીં મળે તો પ્રોફેસરોને ફાજલ પડવાનો ડર

સરકારી કોલેજોમાં પ્રવેશ માટે પ્રથમવાર ગુજરાત કોંમન એડમિશન પોર્ટલમાં અનેક ખામીઓ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. GCASમાં ધાંધિયાને લઈને વિદ્યાર્થીઓમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. GCAS પોર્ટલને કારણે એડમિશનમાં આવતી મુશ્કેલીઓને લઈને કોલેજના અધ્યાપકો અને આચાર્યોની બેઠક મળી હતી. જેમા અનેક પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. એક ચર્ચા એવી પણ થઈ છે કે ઊંચા મેરિટવાળા વિદ્યાર્થીઓને પસંદગીની કોલેજ નથી મળતી.

“GCAS પોર્ટલને લઇ વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે”

કોલેજના અધ્યાપકો અને આચાર્યની મળેલી બેઠકમાં થયેલી ચર્ચા મુજબ વિદ્યાર્થીઓને રિશફલિંગની તક આપવી જોઈએ, આથી વિદ્યાર્થીઓ તેમના મેરિટ મુજબ પસંદગી કોલેજમાં પ્રવેશ મેળવી શકે. આ ઉપરાંત GCAS પોર્ટલ પર હાલ જે રજિસ્ટ્રેશન બંધ કરાયુ છે તે ફરી શરૂ કરવામાં આવે જેથી જે વિદ્યાર્થઈઓ રજિસ્ટ્રેશન કરાવી શક્યા નથી તેઓ ફરીવાર પ્રક્રિયામાં સામેલ થઈ શકે તેવી ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય ગુજરાત યુનિવર્સિટીની મોટાભાગની કોલેજોમાં 15 ટકા જેટલા વિદ્યાર્થીઓએ જ પ્રવેશ મેળવ્યો છે. જેની સામે 55 હજાર બેઠકો ખાલી પડી છે આ બેઠકો પર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે તે માટે ઓફલાઈન પ્રક્રિયા કરવી જોઈએ તેવી પણ એક રજૂઆત કરવામાં આવી છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video