અડાલજ હાઈવે પરથી દબાણો હટાવાયા, હાઈવે થશે પહોળો – જુઓ Video

અડાલજ હાઈવે પરથી દબાણો હટાવાયા, હાઈવે થશે પહોળો – જુઓ Video

| Edited By: | Updated on: May 06, 2025 | 1:00 PM

ગાંધીનગરના અડાલજ હાઇવે પર આવેલા દબાણોને દૂર કરવા માટે સરકારી તંત્ર દ્વારા વિશાળ સ્તરે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાઇવેને પહોળો બનાવવા માટે અને ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે સરકાર દ્વારા આ ખાસ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ગાંધીનગરના અડાલજ હાઇવે પર આવેલા દબાણોને દૂર કરવા માટે સરકારી તંત્ર દ્વારા વિશાળ સ્તરે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝુંડાલથી લઈને અડાલજ સુધીના રસ્તા પર આવેલ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે. બાલાપીર દરગાહ સહિત અનેક સરકારી જગ્યા પર થયેલા દબાણોને હટાવવાની કાર્યવાહી ગુડા, માર્ગ મકાન વિભાગ, પંચાયત વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા સંયુક્ત રૂપે કરવામાં આવી છે.

આ કામગીરી દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કાયદો અને વ્યવસ્થા બંને જળવાઈ રહી હતી. અમદાવાદ–મહેસાણા હાઇવેને પહોળો બનાવવા માટે અને ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે સરકાર દ્વારા આ ખાસ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દબાણ હટાવવાની આ કામગીરી ભવિષ્ય માટેની એક નવી પહેલ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 04, 2025 06:10 PM