Breaking News : 100 કરોડના ફ્રોડને લઈ સુરત, અમદાવાદ અને મુંબઈમાં EDના દરોડા, 12 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા, જુઓ Video
સુરતમાં 100 કરોડના સાયબર ફ્રોડ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ઈડીએ સુરત, અમદાવાદ અને મુંબઈમાં તપાસ હાથ ધરી છે. સુરતના મકબુલ ડોકટર સહિત 4 આરોપીને ત્યાં ઈડીએ દરોડા પાડ્યાં છે.
સુરતમાં 100 કરોડના સાયબર ફ્રોડ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ઈડીએ સુરત, અમદાવાદ અને મુંબઈમાં તપાસ હાથ ધરી છે. સુરતના મકબુલ ડોકટર સહિત 4 આરોપીને ત્યાં ઈડીએ દરોડા પાડ્યાં છે. મકબુલ ડોકટર, કાસીફ ડોકટર અને માઝ નાડા સામે તપાસ હાથ ધરવામાં આવી છે. 27 બેંક ખાતા, 2 કરન્ટ ખાતા અને 500થી વધુ સીમકાર્ડ મામલે તપાસ હાથ ધરી છે. વિદેશ ટ્રાન્સફર કરાયેલા રુપિયા બાબતે પુરવા ભેગા કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
100 કરોડના સાયબર ફ્રોડ મામલે તપાસ
ઉલ્લેખનીય છે કે આરોપીઓએ ટ્રાવેલના ધંધાની આડમાં બેંકોમાં ત્રાહિત લોકોના નામે ખાતા ખોલાવ્યા હતા.તમામ હોલ્ડરને 10-12 હજાર રૂપિયા કમિશન આપતા હતા.આ એકાઉન્ટ સાયબર ફ્રોડ રૂપિયા જમા કરાવાતા અને બાદમાં યુએસડીટીમા કન્વર્ટ કરી તેને દુબઇ સહિતના દેશોમાં ટ્રાન્સફર કરી દેવાતા હતા.આ કેસમાં પોલીસે 12 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
