બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવારે કહ્યુ- ED કે CBI કોઇ એજન્સી મને ન દબાવી શકે
બનાસકાંઠા લોકસભા બેઠકનો જંગ હવે બરાબર જામ્યો છે. સામ સામે પ્રહાર પણ શરુ થઈ ગયા છે અને હવે જામી રહેલા જંગને લઈ સૌની નજર બનાસકાંઠા પર ઠરી છે. ભાજપ અને કોંગ્રેસની મહિલા ઉમેદવારો મજબૂત ટક્કર એકબીજાને આપી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રચાર દરમિયાન કોઇ એજન્સી બને ન દબાવી શકે એવું નિવેદન કર્યુ છે.
બનાસકાંઠા લોકસભાની બેઠક પર ભાજપ અને કોંગ્રેસની ટક્કર બરાબરની જામી હોવાનું નજર આવી રહ્યુ છે. ભાજપના શિક્ષિત ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પ્રચારનો ધમધમાટ શરુ કર્યો છે. તો કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ પ્રચાર સભાઓમાં પ્રહારો કરવાની શરુઆત કરી છે. આ દરમિયાન ગેનીબેન ઠાકોરે પોતાને કોઇ એજન્સીઓ દબાવી ના શકે એમ કહ્યુ છે.
આ પણ વાંચો: સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસે ડો તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા, ઉમેદવાર વિશે જાણો
ગેનીબેન ઠાકોરે કહ્યુ છે કે, તેઓ છેલ્લા 28 વર્ષથી રાજકારણમાં છે. પરંતુ મને સત્તા પક્ષ મને ED કે CBI થી દબાવી શકે નહીં. ગેનીબેને કહ્યુ હતુ કે, હું 2007, 2012, 2017 અને 2022માં વિધાનસભાની ચૂંટણી લડી છું આ દરમિયાન એફિડેવિટ કરીને વર્તમાન મિલકત બતાવાની હોય છે, મારે તેમાં માત્ર તારીખ બદલાવવાની હોય છે, બીજું કાંઇ બદલવાનું હોતુ નથી. એટલે જ મને કોઇની બીક નથી.
