Rajkot Video : રાજકોટવાસીઓ આજે બહારનું ભોજન નહીં ખાઇ શકે, 800 જેટલી રેસ્ટોરન્ટ બંધ, જાણો શું છે કારણ

| Edited By: | Updated on: Jul 10, 2024 | 2:48 PM

રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ મનપાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. જેના પગલે ફાયર સેફટી અને બીયુ પરમિશનના અભાવ ધરાવતા એકમો પર કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટમાં RMCની સિલિંગ કાર્યવાહી સામે ધંધાર્થીઓમાં રોષ જોવા મળશે.

હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના ધંધાર્થીઓએ હડતાળ પાડી છે. હોસ્પિટાલિટી એસોસિયેશન દ્વારા આજે 800થી વધારે એકમો બંધ રહેશે. આજે એક દિવસનો બંધ પાડી પ્રતિકાત્મક વિરોધ દર્શાવ્યો છે.

સિલિંગ ઝુંબેશ સામે મુદ્દત આપવા માટે ધંધાર્થીઓની માગ છે. RMC અધિકારીઓ સાથેની બેઠક નિષ્ફળ રહી હતી. આ તરફ હોટલ સંચાલક મંડળા પ્રમુખે સીલ ખોલવા માટે RMCના નામે મોટી ખંડણી માગતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

રાજકોટના હોસ્પિટાલિટી એસોસિયેશન દ્વારા આજે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. હોસ્પિટાલિટી એસોસિયેશનના જણાવ્યા અનુસાર જે રીતે શાળાઓ અને કોલેજને મનપાએ જે છુટછાટ આપી છે. તે જ રીતે હોટેલ અને બેન્કવાઈટ હોલને છુટછાટ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

Published on: Jul 10, 2024 02:28 PM