Dwarka: માથે બેડા લઈને આ બાળાઓ કયા મુદ્દે કરી રહી છે ધરણા? ચાલુ વરસાદે ગ્રામજનોનું સમર્થન માંગવા કૂચ

દ્વારકામાં ભાટિયામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિધ્યાલય એટલે કે KGBV ની વિદ્યાર્થીનીઓએ પ્રતિક ધારણા કર્યા છે. તેમનું કહેવું છે કે ધોરણ 9થી 12 ના વર્ગો શરૂ નહીં થાય તો બેડા લઈ પાણી ભરવાનો વારો આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 8:33 AM

કોરોનાના આ કાળમાં શિક્ષણ પર ખુબ અસર પડી રહી છે. આવામાં ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણ તેમજ પરીક્ષાઓને લઈને અહેવાલો આવતા રહે છે. હાલનો સમય એવો છે કે આ બંને શિક્ષણ પદ્ધતિની અમુક મર્યાદાઓ અને સમસ્યાઓ છે. જેણે શિક્ષકોથી વિદ્યાર્થી તેમજ વાલીઓની પણ ચિંતા વધારી છે.

તાજેતરમાં દ્વારકામાં શિક્ષણના જ મુદ્દાને લઈને અનોખા ધારણા યોજાયા હતા. દ્વારકાના ભાટિયામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિધ્યાલય એટલે કે KGBV ની વિદ્યાર્થીનીઓએ પ્રતિક ધરણા કર્યા હતા. આ ધારણામાં ચાલુ વરસાદે બાળાઓએ બેડા લઈ ભાટીયા ગ્રામ પંચાયત ગ્રામજનો તેમજ વેપારીઓનું સમર્થન માંગ્યું હતું.

ભાટીયા ગ્રામ પંચાયત દ્વારા વિદ્યાર્થીનીઓના પ્રતિક ધરણાને સમર્થન પણ આપવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે પાણીના બેડા લઈને વિદ્યાર્થીનીઓ શિક્ષણ વર્ગો શરુ કરવાની માંગ કરી રહી છે. બેડા લઈને તેઓ સંદેશ આપવા માંગે છે કે ધોરણ 9થી 12 ના વર્ગો શરૂ નહીં થાય તો બેડા લઈ પાણી ભરવાનો વારો આવશે.

પાણીના બેડા લઈ વિદ્યાર્થિનીઓ ચાલુ વરસાદે ભાટીયા ગામમાં સમર્થન માગવા પહોંચી હતી. તંત્ર દ્વારા KGBV ના ધોરણ 9 થી 12 ના વર્ગ બંધ કરેલ હોઈ સંખ્યામાં 150 માંથી 50 ની કરતા વિદ્યાર્થીનીઓ અને વાલીઓ ભાટીયા ખાતે પ્રતીક ધરણા પર બેઠા હતા.

 

આ પણ વાંચો: Dwarka : દ્વારકાધીશ મંદિરમાં અડધી કાઠીએ ધજા ચડાવાઈ, શિખર પર વીજળી પડવાથી થયું નુકસાન

આ પણ વાંચો: કોરોનાનો ડર, વેક્સિનના અભાવે માર્કેટ બંધ થવાનો પણ ડર! સુરત કાપડ માર્કેટે તંત્ર પાસે શું માંગી ખાતરી?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">