દ્વારકાઃ ગોમતી ઘાટ પર નહાવા પડેલા 6 લોકો ડૂબ્યા, 1નું મોત – જુઓ Video
દ્વારકા જિલ્લાના ગોમતી ઘાટ પર નહાવા પડેલા 6 લોકો ડૂબી ગયા હતા. ડૂબનાર વ્યક્તિઓમાં 4 યુવતી અને 2 યુવાન શામેલ હતા.
દ્વારકા જિલ્લાના ગોમતી ઘાટ પર નહાવા પડેલા 6 લોકો ડૂબી ગયા હતા. ડૂબનાર વ્યક્તિઓમાં 4 યુવતી અને 2 યુવાન શામેલ હતા. આ ઘટના બાદ તાત્કાલિક નગરપાલિકાની રેસ્ક્યૂ ટીમે સ્પીડબોટ મારફતે તમામને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા.
હોસ્પિટલમાં પહોંચતા જ 4 યુવતીમાંથી એક યુવતીનું મોત નીપજ્યું હતું, જ્યારે બાકીની 3 યુવતીઓને સારવાર માટે દાખલ કરવામાં આવી છે. સારવાર દરમિયાન જાણવા મળ્યું છે કે, બાકીના 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, તમામ યુવક-યુવતીઓ જામનગર જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. દ્વારકામાં નહાવાની મજા માણવા ગયેલા 6 લોકો પાણીમાં ડૂબી જતા હાલ લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો