દ્વારિકાનગરી બની કૃષ્ણમય, ભક્તો ભગવાનને વધાવવા બન્યા છે આતુર, જુઓ વીડિયો

દેશભરના કૃષ્ણ મંદિરોમાં કૃષ્ણજન્મોત્સવની  (Shrikrishna janmotsav) ધૂમ મચેલી છે અને ભગવાનનો  વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.  મંદિરમાં જય કનૈયાલાલ કી અને જય રણછોડ અને માખણચોરના જયનાદ પણ ભક્તજનો બોલાવી રહ્યા છે.  કોરોનાના બે વર્ષ બાદ આ એવું વર્ષ છે જ્યારે ભક્તો હોશે હોશે  ભગવાનને જન્મની વધામણી આપવા માટે મંદિરોમાં પહોંચ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

Aug 19, 2022 | 8:24 PM

આજે જન્માષ્ટમીના (Janmashtmi) દિવસે વ્હાલાના જન્મોત્સવના વધામણા કરવા માટે દ્વારિકાનગરીમાં  (Dwarka) જાણે હરખને હેલી ચઢી હોય તેમ જ્યાં જુઓ ત્યાં ભક્તજનો ઉમટી રહ્યા છે અને  ભાવિકો પોતાની આગવી રીતે કિર્તન ભક્તિ તેમજ જયનાદ બોલાવીને  પોતાની ભક્તિ અને પ્રેમ દર્શાવી રહ્યા છે.  દેશભરના કૃષ્ણ મંદિરોમાં કૃષ્ણજન્મોત્સવની  (Shrikrishna janmotsav) ધૂમ મચેલી છે અને ભગવાનનો  વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. મંદિરમાં  જય કનૈયાલાલ કી અને જય રણછોડ અને માખણચોરના જયનાદ પણ ભક્તજનો બોલાવી રહ્યા છે.

કોરોનાના બે વર્ષ બાદ આ એવું વર્ષ છે જ્યારે ભક્તો હોશે હોશે ભગવાનને જન્મની વધામણી આપવા માટે મંદિરોમાં પહોંચ્યા છે તે પછી દ્વારકા મંદિર હોય કે ડાકોર, શામળાજી હોય કે  નાથ દ્વારા- આ તમામ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે અને  દ્વારિકામાં તો મેર કોમની મહિલાઓ અને યુવતીઓ ભગવાનના જન્મની વધામણી આપતા પહેલા પરંપરાગત રાસ અને  ગરબા કરતા જોવા મળ્યા હતા. તો ઘણી મહિલાઓ ભજન ગાઇને ભગવાનને પ્રાર્થના કરી રહી છે.  મંદિર પરિસરમાં  જય રણછોડ અને જય કનૈયાલાલ કીના નાદ અવિરત ગૂંજી રહ્યા છે.  સમગ્ર દ્વારિકા નગરીમાં વિવિધ રંગી રોશની પણ જોવા મળી રહી છે.

કોરોનાકાળ બાદ જોવા  મળી છે અનેરી રોનક

સતત બે વર્ષ ઘરમાં અને સાદગીથી  તહેવારો ઉજવ્યા બાદ આવર્ષે તહેવારોની અનેરી રોનક જોવા મળી છે વિવિધ મંદિરો શ્રાવણ માસ અને જન્માષ્ટમીના પર્વે  ભક્તજનોને આવકારી રહ્યા છે તો ભાવિક ભક્તો પણ વિવિધ મંદિરોમાં  દર્શન માટે ઉમટી રહ્યા છે સોમનાથ હોય કે દ્વારકા  કે પછી  ડાકોર તમામ સ્થળોએ ભક્તો સુચારૂ રીતે દર્શન કરી શકે તે માટે  વ્યવસ્થિત આયોજન  કરવામાં આવ્યું છે આ તમામ સ્થળોએ કૃષ્ણજન્મને વધાવવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચી ચૂક્યા છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati