Gujarati Video : RMCના આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી આવી સામે, કેમિકલ એનેલાઈઝર, CBC મશીન સહિતના કિંમતી સાધનો ખાઇ રહ્યા છે ધૂળ

Gujarati Video : RMCના આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી આવી સામે, કેમિકલ એનેલાઈઝર, CBC મશીન સહિતના કિંમતી સાધનો ખાઇ રહ્યા છે ધૂળ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2023 | 12:44 PM

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. આરોગ્ય કેન્દ્રમાં કિંમતી મેડિકલ સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. 6 મહિનાથી જુદા-જુદા સાધનો મગાવીને મૂકી રાખવામાં આવ્યા છે.

Rajkot : રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. આરોગ્ય કેન્દ્રમાં કિંમતી મેડિકલ સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. 6 મહિનાથી જુદા-જુદા સાધનો મગાવીને મૂકી રાખવામાં આવ્યા છે. પરંતુ તેનો લાભ દર્દીઓ સુધી નથી પહોંચ્યો. શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓટોમેટિક એનેલાઈઝર, ECG મશીન, ટીબી ટેસ્ટિંગ મશીન, 23 CBC મશીન, 6 કેમિકલ એનેલાઈઝર સહિતના અન્ય સાધનો ખરીદવામાં આવેલા છે. પરંતુ મોટાભાગના સાધનો હજુ બંધ છે.

આ પણ વાંચો : Rajkot : ઘેલા સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસની ભવ્ય ઉજવણી થશે, અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

આ અંગેનનું કારણ પૂછવામાં આવતાં આરોગ્ય કેન્દ્રએ વીજ વૉલ્ટની ખામીના કારણે બંધ હોવાનું કારણ આગળ ધર્યું છે. આરોગ્ય કેન્દ્રના આવા જવાબથી સવાલ એ થઈ રહ્યો છે કે સાધનો લાવતા પહેલા કેમ વીજળીના પોઈન્ટ લેવામાં નહોતા આવ્યા ? આરોગ્ય કેન્દ્રને છેલ્લા 6 મહિનાથી કોઈ ઈલેક્ટ્રીશીયન જ નથી મળ્યો ? વીજળીનો પ્રશ્ન ઉકેલવામાં કેમ આટલા મહિના લાગી ગયા ? મેડિકલ સાધનોનો લાભ દર્દીઓ સુધી ક્યારે પહોંચશે જેવા પ્રશ્નો બધાના મનમાં ઉઠી રહ્યા છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">