AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગર વીડિયો : બેવડી ઋતુનો માર વધતા દિવસના 3 હજારથી વધારે નોંધાય છે કેસ, દ્વારકાના દર્દીઓ જામનગરની હોસ્પિટલમાં જવા મજબૂર

જામનગર વીડિયો : બેવડી ઋતુનો માર વધતા દિવસના 3 હજારથી વધારે નોંધાય છે કેસ, દ્વારકાના દર્દીઓ જામનગરની હોસ્પિટલમાં જવા મજબૂર

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2023 | 7:26 AM
Share

જામનગરમાં આજકાલ હોસ્પિટલમાં દર્દીઓનો ચક્કાજામ જોવા મળે છે. મતલબ કે બેવડી ઋતુને કારણે દર્દીઓની લાઈન સરકારી હોસ્પિટલોમાં લાગી છે. એક તો સારવારમાં થતી વિલંબને કારણે પહેલેથી જ દર્દીઓ હેરાન છે. તેમાં વળી રખડતા કૂતરાઓ પણ હોસ્પિટલમાં જ દર્દીઓની વચ્ચે હાજર રહે છે.એનાથી ગભરાયેલા દર્દીઓ કરે તો શું કરે એ સમજાતું નથી.

રાજ્યભરમાં બેવડી ઋતુના પગલે રોગચાળાએ કેર વર્તાવ્યો છે. તો જામનગરમાં આજકાલ હોસ્પિટલમાં દર્દીઓનો ચક્કાજામ જોવા મળે છે. મતલબ કે બેવડી ઋતુને કારણે દર્દીઓની લાઈન સરકારી હોસ્પિટલોમાં લાગી છે. એક તો સારવારમાં થતી વિલંબને કારણે પહેલેથી જ દર્દીઓ હેરાન છે. તેમાં વળી રખડતા કૂતરાઓ પણ હોસ્પિટલમાં જ દર્દીઓની વચ્ચે હાજર રહે છે.એનાથી ગભરાયેલા દર્દીઓ કરે તો શું કરે એ સમજાતું નથી.

સામાન્ય દિવસોમાં જી.જી. હોસ્પિટલમાં બે થી અઢી હજાર દર્દીઓની ઓપીડી નોંધાય છે.જેની સામે હાલમાં દૈનિક 3 હજારથી પણ વધુ દર્દીઓની ઓપીડી નોંધાઇ રહી છે.દિવસે તડકો તેમજ રાત્રે ઠંડી એમ બેવડી ઋતુ હોવાથી શરદી, ઉધરસ અને તાવના દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે.આથી કેસ કઢાવવામાં, ઓપીડી તેમજ દવાની વિન્ડો એમ જ્યાં જુઓ ત્યાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાની હોસ્પિટલોમાં પૂરતી સવલતો ન હોવાથી ત્યાંના દર્દીઓ પણ જામનગર આવવા મજબૂર બન્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 22, 2023 07:08 AM
g clip-path="url(#clip0_868_265)">