Banaskantha: નશામા ધૂત કાર ચાલકે પાલનપુર નજીક આબુરોડ હાઈવે પર સર્જ્યો અકસ્માત, પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો-Video
સ્થાનિકોએ અડફેટે લેનારી કારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. જેમાં કાર ચાલક નશામાં ધૂત હોવાનુ જણાયુ હતુ. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થવાને લઈ પોલીસ દોડતી થઈ હતી અને નશામાં ધૂત કારચાલક વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પાલનપુરથી આબુ રોડ હાઈવે પર જઈ રહેલી એક કારને અન્ય કારે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાને લઈ સ્થાનિક પોલીસ સ્થળ પર દોડી આવી હતી. જોકે આ પહેલા સ્થાનિકોએ અડફેટે લેનારી કારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. જેમાં કાર ચાલક નશામાં ધૂત હોવાનુ જણાયુ હતુ. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થવાને લઈ પોલીસ દોડતી થઈ હતી અને નશામાં ધૂત કારચાલક વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
એક તરફ ગુજરાત અને રાજસ્થાન સરહદ પર પોલીસ દ્વારા ચેકિંગ અને વાહનો પર બાજ નજર રાખવામાં આવતી હોવાના દાવા કરવામાં આવે છે. બીજી તરફ આવા નશામાં ધૂત વાહન ચાલક કારમાં દારુની બોટલ લઈને છેક પાલનપુર વિસ્તારમાં પહોંચી આવે ત્યારે લોકો એ પોલીસ સામે જ સવાલો સર્જી દીધા હતા. જોકે પોલીસે હવે આરોપી કાર ચાલક સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ USA ગેરકાયદેસર જવાની ઘેલછામાં પાસપોર્ટ એજન્ટને આપ્યા બાદ પોલીસને ગેરમાર્ગે દોરતા 4 સામે ફરિયાદ
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો