Vadodara : કાર અને મીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત, પોલીસે હાથ ધરી તપાસ, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે વડોદરામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. આજે પણ વડોદરાના રાવપુરમાં કાર અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે વડોદરામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. આજે પણ વડોદરાના રાવપુરમાં કાર અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કારચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં કોઈ પણ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. જો કે ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી કારચાલકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
કાર અને મીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત
ઉલ્લેખનીય છે કે કાર અને મીની બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. પરંતુ રાવપુરમાં કાર અને મીની બસ વચ્ચે અકસ્માત સર્જાતા કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
Published on: Mar 16, 2025 11:18 AM
