Ahmedabad : અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા, જુઓ Video
રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે.ત્યારે અમદાવાદના એરપોર્ટ પરથી 7 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. વેક્યુમ કરેલા 10 હાઈડ્રોફોનિક વીડ ડ્રગ્સના પેકેટ જપ્ત કરવામાં આવ્યું છે.
રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે.ત્યારે ફરી એક વખત અમદાવાદમાંથી ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. અમદાવાદના એરપોર્ટ પરથી 7 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. વેક્યુમ કરેલા 10 હાઈડ્રોફોનિક વીડ ડ્રગ્સના પેકેટ જપ્ત કરવામાં આવ્યું છે.
બેંગકોકથી આવેલા પ્રવાસી પાસેથી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાયું છે. પાછલા એક અઠવાડિયામાં આ બીજો કિસ્સો છે. મુશ્તાક અહેમદ ઉમર ભટ્ટી નામનો પેસેન્જર ડ્રગ્સ સાથે ઝડપાયો છે. અગાઉ થાઈલેન્ડથી આવેલી મહિલા ડ્રગ્સ સાથે ઝડપાઈ છે.
અમદાવાદમાંથી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો
બીજી તરફ આ અગાઉ અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. SOGએ 25.68 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. જૈન દેરાસર નજીક એલીફંટા સોસાયટીના ફ્લેટમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે જીજ્ઞેશ પંડ્યા નામની વ્યક્તિના ઘરમાંથી 256.860 ગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કુલ 7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. SOGએ પાંચ લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.