બનાસકાંઠાઃ ડીસામાંથી ડ્રગ પેડલર ઝડપાયો, ભાડાનું મકાન રાખી કરતો હેરાફેરી, જુઓ
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ભાડાના મકાનમાં રહીને ડ્ર્ગ્સની હેરાફેરી કરતા યુવકને પોલીસે ઝડપી લીધો છે. SOG ને બાતમી મળવાને લઈ ડીસામાં ટીમે દરોડો પાડ્યો હતો. જ્યાં યુવક પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવતા ઝડપી લઈને ધરપકડ કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં યુવાનોને ડ્ર્ગ્સને રવાડે ચડાવનારો યુવક SOG એ ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી છે. યુવક ડીસા શહેરમાં આવેલા રામનગર વિસ્તારમાં મકાન ભાડે રાખીને રહેતો હતો અને ડ્ર્ગ્સ વેચાણ અને હેરાફેરી કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેને લઈ SOGની ટીમે રામનગર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.
આ પણ વાંચો: લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ સાથે પૂર્વ MLA સીજે ચાવડાની બંધ બારણે બેઠક
SOG એ યુવક વિપુલ ગંગારામ વણોદ પાસેથી 18.27 ગ્રામ ડ્ર્ગ્સને જપ્ત કર્યુ છે. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ આ ડ્ર્ગ્સ અંદાજે 1.13 લાખ રુપિયાનું હોવાનું માનવામાં આવે છે. મૂળ સૂઇ ગામના કુંભારખા ગામના વિપુલ વણોદને SOG ઝડપી લઇ તેના 3 મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. જેના આધારે તે ડ્ર્ગ્સ ક્યાંથી લાવતો હતો અને કોને કોને વેચાણ કરતો હતો, એ દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે.