Surat : માંડવીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, મુજલાવથી બોધાન વચ્ચેનો કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો, જુઓ Video
દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરતના માંડવીમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સુરતના મુજલાવથી બોધાન વચ્ચેનો કોઝવે જળમગ્ન થયો છે.
દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરતના માંડવીમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સુરતના મુજલાવથી બોધાન વચ્ચેનો કોઝવે જળમગ્ન થયો છે. કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે. ગ્રામજનો 10 કિલોમીટરનો ધક્કો ખાવા મજબૂર થયા છે. નદી પર ઊંચો પુલ બનાવવા સ્થાનિકોની માગ કરવામાં આવી છે.
બાવળામાં લોકોએ રોડ પર કર્યો ચક્કાજામ
બીજી તરફ અમદાવાદના બાવળામાં સોસાયટીના લોકોએ રોડ પર ચક્કાજામ કર્યો છે. સોસાયટી અને આજુબાજુમાં પાણી ભરાતા લોકોને વિરોધ કર્યો છે. વરસાદી પાણીનો નિકાલ નહીં થતા લોકો રસ્તા પર ઉતર્યા છે. પોલીસ સ્ટેશન પાસેની સોસાયટીના રહીશોએ રસ્તો રોક્યો હતો. બાવળાથી ધોળકા જતાં રોડ પર વાહનો રોકી વિરોધ કર્યો છે. બાવળાની સોસાયટીઓમાં કેડસમા પાણી ભરાયેલા છે.
