Ahmedabad : ગુજરાતમાં અકસ્માતમાં ચિંતાજનક વધારો, દિવાળીમાં દાઝવાના 56 કેસ નોંધાયા, જુઓ Video
દિવાળીનો તહેવાર બધી જ જગ્યાએ ધામધૂમથી મનાવવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં દિવાળી દરમિયાન માર્ગ અકસ્માતમાં ચિંતાજનક વધારો થયો છે. કેટલાક પરિવારોમાં દિવાળીનો તહેવાર માતમમાં ફેરવાયો છે.
દિવાળીનો તહેવાર બધી જ જગ્યાએ ધામધૂમથી મનાવવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં દિવાળી દરમિયાન માર્ગ અકસ્માતમાં ચિંતાજનક વધારો થયો છે. કેટલાક પરિવારોમાં દિવાળીનો તહેવાર માતમમાં ફેરવાયો છે. પ્રાપ્તથતી વિગતો અનુસાર 108 ઈમરજન્સી સેવામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કુલ 916 અકસ્માતના કોલ આવ્યા જે સામાન્ય દિવસો કરતા વધુ છે. સામાન્ય દિવસોના 529 કોલની સરખામણીમાં 387 કેસ વધુ નોંધાયા છે.
દિવાળીના સમયગાળામાં દાઝવાના 56 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 17, સુરતમાં 8, જામનગરમાં 5, નવસારીમાં 4 કેસ નોંધાયા છે. 108 ઈમરજન્સીએ તમામ કેસમાં તાત્કાલિક આરોગ્ય સહાય પૂરી પાડી હતી. નાગરિકોને સાવચેતી રાખવા અને સલામતીના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે દિવાળી પ્રકાશનો પર્વ છે માટે લોકો ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરતા હોય છે. ત્યારે દાઝવાની ઘટના બનતી હોય છે. કુલ 916 અકસ્માતના કોલ આવ્યા જે સામાન્ય દિવસો કરતા વધુ છે. સામાન્ય દિવસોના 529 કોલની સરખામણીમાં 387 કેસ વધુ નોંધાયા છે. દિવાળીના સમયગાળામાં દાઝવાના 56 કેસ નોંધાયા છે.
