Diwali 2022: દિવડાથી ઝળહળ્યું ખોડલધામ, જુઓ મંદિરનો ભવ્ય આકાશી નજારાનો વીડિયો

Diwali 2022: દિવડાથી ઝળહળ્યું ખોડલધામ, જુઓ મંદિરનો ભવ્ય આકાશી નજારાનો વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2022 | 3:28 PM

દિવાળીના તહેવાર નિમિતે મંદિરને અનેરો શણગાર કરવામાં આવ્યો છે. દિવાળીની રજામાં આવતા ભાવિકોને પ્રસાદ માટે 50 હજાર સુખડીના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. દિવાળીના દિવસે રાજકોટ અને ગોંડલથી આવી પહોંચેલી બહેનો દ્વારા મંદિર પરિસરમાં વિશાળ રંગોળી બનાવશે.

હાલમાં સમગ્ર ગુજરાત દિવાળીમય (Diwali 2022) થઈ ગયું છે અને વિવિધ તીર્થ સ્થાનોમાં  પ્રવાસીઓ ઉમટી રહ્યા છે તેમજ  વિવધ ધાર્મિક સ્થળો અને ઇમારતોને રોશનીથી સજાવવામાં આવ્યા છે. ત્યારે  રાજકોટ  (Rajkot) જિલ્લામાં આવેલું પ્રખ્યાત ખોડલધામ મંદિર  (Khodal dham Mandir) રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. ડ્રોન કેમેરા મારફતે મંદિરના અદ્ભુત આકાશી દ્રશ્યો જોવા મળ્યા છે. દિવાળીના તહેવાર નિમિતે મંદિરને અનેરો શણગાર કરવામાં આવ્યો છે.  દિવાળીની રજામાં આવતા ભાવિકોને પ્રસાદ માટે 50 હજાર સુખડીના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. દિવાળીના દિવસે રાજકોટ અને ગોંડલથી આવી પહોંચેલી બહેનો દ્વારા  મંદિર પરિસરમાં વિશાળ રંગોળી બનાવશે.

હાલમાં સમગ્ર ગુજરાતમાં વિવિધ મંદિરો તેમજ ઇમારતો અને પરિસરો રોશનીથી સજાવવામાં આવેલા છે ત્યારે રંગબેરંગી રોશનીથી નજારો નયનરમ્ય લાગે છે માટીના દીવડા તથા ઇલેક્ટ્રિક લાઇટની રોશનીથી લાગે છે કે દિવાળીના માહોલે બરાબર જમાવટ કરી છે.  નાના મંદિરથી માંડીને  મોટા મંદિરો સહિત તમામ સ્થળો પર રંગબેરંગી રોશની જોવા મળી છે. તો કચ્છ જિલ્લામાં પણ ગત રોજ ભૂકંપના મૃત્યુ પામેલા હતભાગીઓની સ્મૃતિ માટે બનાવવામાં આવેલા સ્મૃતિવનમાં દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.

ભૂકંપના દિવંગતોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું હતુ લોકલ ફોર વોકલના મંત્રને સાર્થક કરી દિવેલના ઉપયોગ કરી રૂની વાટ મારફત આ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. આયોજનનો એક મહત્વનો ઉદેશ એ જ હતો કે દીપોત્સવના માધ્યમથી ભૂકંપના દિવંગતોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવે. ભૂકંપમાં જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે એવા દિવંગતોના પરિવારજનો પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને સ્મૃતિવનના સનસેટ પોઈન્ટથી સ્મૃતિવનના પ્રવેશ ગેટ સુધી દીવડાનો ઝગમગાટ જોવા મળ્યો હતો.

સનસેટ પોઈન્ટ પર ઈલેકટ્રીક  લાઇટ તો ચેકડેમ વિસ્તારમાં  માટીના દીવડાં પ્રજવલિત કરવામાં આવ્યા હતા. ફાયર સેફટીની સાથે સ્વચ્છતા સહિતની બાબતોની તકેદારી પણ રાખવામાં આવી હતી. સાથે  સાથે નગરજનો દ્વારા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ  આભાર માનવામાં આવ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">