સુરતમાં યોગી મોડલ અમલમાં લાવવાની માગ ! લારી, હોટલ પર માલિકનું નામ લખવાની માગ, જુઓ Video

|

Oct 01, 2024 | 12:00 PM

સુરતમાં પણ ઉત્તર પ્રદેશમાં લાગુ કરવામાં આવેલા નિયમ જેવી માગ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશની જેમ સુરતમાં પણ હોટલ પર માલિકનું નામ લખવાની માગ કરવામાં આવી છે. ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલે હોટલ પર માલિકનું નામ લખવાની માગ કરી છે.

નવરાત્રીમાં મોટાભાગના લોકો ગરબા રમીને ઘરે પરત ફરતી વખતે બહાર નાસ્તો કરતા હોય છે. તેમજ ઠંડા પીણાની મજા માણવાનું પસંદ કરતા હોય છે. પરંતુ કેટલીક વાર ખાણી – પીણીની લારી કે હોટલ, કેફેના નામ અલગ હોય છે અને તેના માલિકનું નામ અલગ હોવાની ઘટના બનતી હોય છે. જેના પગલે સુરતમાં પણ ઉત્તર પ્રદેશમાં લાગુ કરવામાં આવેલા નિયમ જેવી માગ કરવામાં આવી છે.

ભાજપના કોર્પોરેટર માગ કરી

ઉત્તર પ્રદેશની જેમ સુરતમાં પણ હોટલ પર માલિકનું નામ લખવાની માગ કરવામાં આવી છે. ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલે હોટલ પર માલિકનું નામ લખવાની માગ કરી છે. મનપાની સભા દરમિયાન કોર્પોરેટરે માગ કરી છે.

હોટલના મુળ માલિકનું નામ તપાસવા માટે કમિટી બનાવવા માટે પણ માગ કરી છે. ત્યારે જો કોઈ હોટલ માલિક કસુરવાર હોય તો કાર્યવાહી કરવાની માગ કરી છે. મળતી માહિતી અનુસાર નવરાત્રીના પાવન પર્વ પર લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે આ પ્રકારની માગ કરવામાં આવી છે.

Next Video