Rajkot Video : TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડના કેસ મનસુખ સાગઠિયાની વધી મુશ્કેલી, એક કેસના રિમાન્ડ પૂર્ણ થતા બીજા કેસમાં કરાશે ધરપકડ

|

Jun 11, 2024 | 3:18 PM

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના કેસમાં દિવસે દિવસે મોટા ખુલાસા થાય છે. ત્યારે અગ્નિકાંડના કેસમાં કાર્યવાહી તેજ થતા પૂર્વ TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. એક કેસમાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ બીજા કેસમાં ધરપકડ કરવામાં આવશે.

Rajkot Fire Accident Update : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના કેસમાં દિવસે દિવસે મોટા ખુલાસા થાય છે. ત્યારે અગ્નિકાંડના કેસમાં કાર્યવાહી તેજ થતા પૂર્વ TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. એક કેસમાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ બીજા કેસમાં ધરપકડ કરવામાં આવશે.

RMCની બેઠકોની મિનિટ્સ બુકમાં છેડછાડ મુદ્દે મનસુખ સાગઠિયાની ધરપકડ કરવામાં આવશે. મિનિટ્સ બુકમાં સહી કરનારના ક્રાઇમ બ્રાન્ચ નિવેદન લેશે. TP શાખાના 20 જેટલા કર્મચારીઓના નિવેદન લેવાશે. આ સમગ્ર ઘટનામાં મનસુખ સાગઠિયાની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવશે.

રાજકોટ અગ્નિકાંડના કેસમાં SITની કાર્યવાહી કહી છે. SIT 50થી વધુ લોકો સાક્ષી બનાવશે. રાજકોટ ગેમઝોનમાં 33માંથી 30 કર્મચારીઓનો બચાવ થયો હતો.
સૂત્રો અનુસાર  ક્રાઇમ બ્રાન્ચની SITએ અમુક લોકોના નિવેદન લીધા છે. તેમજ અમુક લોકો મહત્વના સાક્ષી બનશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:09 pm, Tue, 11 June 24

Next Video