ધોરાજીમાં કમોસમી વરસાદે ખેડૂતોની તોડી કમર, અચાનક માવઠાથી તૈયાર પાકને ભારે નુકસાન, સરકાર સામે સહાયની માગ
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. કપાસ, મગફળી સહિતના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે, જેનાથી ખેડૂતોની આખા વર્ષની મહેનત પાણીમાં ગઈ છે. શરૂઆતથી જ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ખેડૂતો હવે સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય પાક નુકસાની વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે.
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ખેતરોમાં લહેરાતો અને તૈયાર થઈ ગયેલો પાક વરસાદી પાણીમાં પલળી જતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કપાસ, મગફળી, સોયાબીન, એરંડા અને ડુંગળી સહિતના પાકને વરસાદથી નુકસાન થયું છે. એક તરફ અગાઉ વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ હતી, તો બીજી તરફ મહામહેનતે બચાવેલો પાક હવે કમોસમી વરસાદની ઝપેટમાં આવ્યો છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતાં ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. ત્યારે સરકાર તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવે તેવી માંગ ઉઠી છે.
ધોરાજી પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. ગઈકાલે વરસેલા વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થઈ ગયેલો પાક પલળી ગયો છે. કપાસ, મગફળી, સોયાબીન, એરંડા અને ડુંગળી જેવા પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તૈયાર પાક વરસાદમાં પલળી જતાં ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
ખેડૂતો માટે આ સિઝન શરૂઆતથી જ મુશ્કેલીઓથી ભરેલી રહી છે. ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાતા વાવેતર અને પાકને નુકસાન થયું હતું. ત્યારબાદ ખેડૂતોએ ભારે મહેનત કરીને અને ખર્ચ કરીને થોડોઘણો પાક બચાવ્યો હતો. પરંતુ હવે પાક તૈયાર થવાના સમયે જ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની આશા પર ફરી પાણી ફરી વળ્યું છે.
મહત્ત્વની વાત એ છે કે તાજેતરમાં સરકારે કેટલાક જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે, પરંતુ રાજકોટ જિલ્લાનો તેમાં સમાવેશ ન થતાં ખેડૂતોમાં અગાઉથી જ ચિંતા હતી. ત્યારે હવે કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. એક તરફ ખેતી પાછળ કરેલો ખર્ચ અને બીજી તરફ તૈયાર પાકને થયેલું નુકસાન ત્યારે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય સહાય ચૂકવવાની માંગ કરી રહ્યા છે.
ત્યારે સવાલ એ છે કે કુદરતી આફતો સામે ઝઝૂમી રહેલા ધોરાજીના ખેડૂતોને સરકાર ક્યારે સહાયનો હાથ આપશે? ખેડૂતોની નુકસાનીનો તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવશે કે પછી ખેડૂતોને વધુ એક વખત મુશ્કેલીનો સામનો કરવો પડશે?
Input Credit- Hussain Kureshi- Dhoraji
એક સમયે પીવાના પાણી માટે તરસતુ, ભૂખમરાથી પીડાતા આ શહેરે રણપ્રદેશમાંથી કેવી રીતે ઉભુ કર્યુ અમીરીનું સામ્રાજ્ય- વાંચો
