નેત્રંગ તાલુકાના ઘાણીખુટમાં ધારીયા ધોધે નયનરમ્ય સ્વરૂપ ધારણ કર્યું, જુઓ ધોધના આકાશી નજારાના Exclusive Video
નર્મદા અને કરજણ સહીત અનેક નદીઓનું સાનિધ્ય ધરાવતા ભરૂચ(Bharuch)માં કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો સમાયેલો છે. ભરૂચના વાલિયામાં ઘાણીખૂટ(Dhanikhut waterfall) નજીક આવેલ ધારીયા ધોધ(Dhariya waterfall) ચોમાસામાં અનેરું આકર્ષણ જમાવે છે. નદીનો ધસમસતો પ્રવાહ પહાડોમાં માર્ગ શોધી જયારે અહીં પહોંચે ચેહ ત્યારે કુદરતનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે.
Bharuch : નર્મદા અને કરજણ સહીત અનેક નદીઓનું સાનિધ્ય ધરાવતા ભરૂચ(Bharuch)માં કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો સમાયેલો છે. ભરૂચના વાલિયામાં ઘાણીખૂટ(Ghanikhut / Dhanikhut) નજીક આવેલ ધારીયા ધોધ(Dhariya waterfall) ચોમાસામાં અનેરું આકર્ષણ જમાવે છે. નદીનો ધસમસતો પ્રવાહ પહાડોમાં માર્ગ શોધી જયારે અહીં પહોંચે ચેહ ત્યારે કુદરતનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે.
આ પ્રવાસન સ્થળ બે પરિબળોનો સામનો કરાવે છે. એક અહીં આખું કુદરતી સૌંદ્રય છે તો બીજુ ઉપરવાસમાં ભારે વરસાદ બાદ અહીં ગમેત્યારે ફ્લેશ ફ્લડ ત્રાટકી જવાનો ભય રહે છે.ભરૂચમાં આવેલ ઘાણીખૂટ ધોધ પ્રવાસીઓના આકર્ષણનું એક અગ્રણી કેન્દ્ર છે. વોટર ફોલ પ્રવાસીઓમ આકર્ષણ માટે પણ જાણીતું છે. ભરૂચના વાલિયામાં આવેલ આ ધોધ એ ભરૂચ અને આસપાસના પ્રવાસી આકર્ષણની શ્રેણીમાં ટોચના સ્થાને આવે છે.
આ જાણીનું સ્થળ સ્થાનિક અને ભરૂચના અન્ય ભાગોના લોકો માટે સુંદર વન ડે ડેસ્ટિનેશન તરીકે કામ કરે છે.ઉપરવાસમાં થયેલી મેઘમહેરના કારણે પાણી પહાડી વિસ્તારોમાં તેની તળેટી તરફ વહેતા ધોધ જોવા આકર્ષણનું કેન્દ્ર બને છે. કરજણ નદીના પ્રવાહમાં ઘાણીખુટ ગામે નદી બે કાંઠે વહેતી થતાં ધારીયાધોધનો નજારો જોવા આસપાસના લોકો જોવા આવે છે.
ભરૂચથી નજીક હોવાના કારણે લોકો અહીં એક દિવસનો પ્રવાસ માણે છે. વાલિયા અને નેત્રંગ જેવા પહાડી વિસ્તારમાં પથ્થરોમાંથી પડતા પાણીનો આહલાદક નજારો જોવા રાજ્યભર માંથી લોકો આવતા હોય છે. નેત્રંગ તાલુકાના ઘાણીખુટ ગામે ધારીયાધોધ કરજણ નદીની સુંદરતા બેવડાવે છે.આ જગ્યા સહેલાણીઓ માટે એક પર્યટનનું નવું અને મનગમતું સ્થળ તરીકે આકાર લઈ રહયું છે.
આ ધોધના આકાશી દ્રશ્યો નયનરમ્ય લાગે છે જે તેની સુંદરતાને અનેક ગણી બેવડાવે છે.