Festival Season પહેલા Bharuch Police ના 180 પોલીસકર્મીઓએ મેગા કોમ્બિંગ કર્યું, 690 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ, જુઓ Video
Bharuch : તહેવારોની સીઝન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા પોલીસે(Bharuch Police) મંગળવારે રાતે મેગા કોમ્બિંગનું આયોજન કર્યું હતું.ભરૂચ શહેર, દહેજ તથા અંકલેશ્વરને ધમરોળી 690 જેટલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .
Bharuch : તહેવારોની સીઝન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા પોલીસે(Bharuch Police) મંગળવારે રાતે કોમ્બિંગ(combing operation)નું આયોજન કર્યું હતું. આ કોમ્બિંગમાં 30 અધિકારીઓ સાથે 150 થી વધુ પોલીસકર્મીઓએ ભરૂચ શહેર, દહેજ તથા અંકલેશ્વરને ધમરોળી 690 જેટલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .
વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ(Sandipsinh – IPS) તરફથી મળેલી સૂચનાના આધારે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ(Dr. Leena Patil – IPS)એ આગામી તહેવારોને ધ્યાને લઇ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને હંતિમય વાતાવરણમાં તહેવારોની ઉજવણી થાય તે ઉદ્દેશ્યથી અગમચેતીના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષકના સુપરવિઝન હેઠળ ભરૂચ જીલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ભરૂચ સી ડીવીઝન પો.સ્ટે. વિસ્તાર, દહેજ પો.સ્ટે. વિસ્તાર તેમજ અંકલેશ્વર શહેર વિસ્તારમાં મંગળવારે રાતે કોમ્બિંગ આયોજન કરાવ્યું હતું.
આ કોમ્બીંગમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ, પેરોલ ફર્લો સ્કોડ, ક્યુ.આર.ટી, બોમ્બ સ્કોડ અને સ્થાનિક પોલીસ સહિતની ટીમ જોડાઈ હતી. ભરૂચ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનની ટીમોની મદદ સાથે 30 થી વધુ પોલીસ અધિકારીઓએ આ વિસ્તારોને ધમરોળ્યા હતા.
કોમ્બિંગમાં જોડાયેલ પોલીસબળ
- પોલીસ ઇન્સ્પેકટર – 16
- પોલીસ સબ ઇન્સ્પેકટર-14
- પોલીસકર્મીઓ – 150
કોમ્બિંગ દરમિયાન 690 કેસ કરાયા
- મોટર વેહિકલ એક્ટ 207 હેઠળ 166 વાહન જપ્ત કરાયા
- મકાનમાલિકો વિરુદ્ધ IPC 188 હેઠળ જાહેરનામા ભંગના 83 ગુના દાખલ કરાયા
- પ્રોહીબીશનના 61 કેસ દાખલ કરાયા
- મોટર વેહિકલ એક્ટ 185 હેઠળ 2 કેસ કરાયા
- ગુજરાત પોલીસ એક્ટ 135 હેઠળ 2 ગના દાખલ કરાયા
- બહારગામથી આવલા 376 લોકોની બી રોલ દાખલ કરાઈ