Mehsana : બહુચરાજી મંદિરે પૌરાણિક પરંપરા મુજબ ઘટસ્થાપન સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, ભક્તોની ભીડ
ચૈત્રી પૂનમે બહુચરાજી માતાજીનો પ્રાગટય દિવસ હોવાથી તેરસથી પૂનમ એમ ત્રણ દિવસ ભાતીગળ લોકમેળાનું પણ આયોજન કરાશે. આ ઉપરાંત માતાજીની પૂનમની પાલખી ચૈત્ર સુદ પુનમને શનિવારના રોજ 16 એપ્રિલના રોજ રાત્રે 09-30 ચૈત્રી પૂનમની પાલખી નીજ મંદિરથી નીકળી શંખલપુર મુકામે જનાર છે.ચૈત્રી પુનમનો પરંપરાગત લોકમેળો 14 એપ્રિલ થી 16 એપ્રિલ દરમિયાન યોજાનાર છે.
ગુજરાતમાં મહેસાણા(Mehsana)જિલ્લાના પવિત્ર યાત્રાધામ બેચરાજી(Becharaji)ખાતે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી મહોત્સવનું(Chaitra Navratri)આયોજન કરાયું છે . મહેસાણાના સુપ્રસિદ્ધ બહુચરાજી મંદિરે પણ પૌરાણિક પરંપરા મુજબ ઘટસ્થાપન સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન દેશભરમાંથી માઈભક્તો બહુચર માતાજીના ચરણે શીશ ઝુકાવવા આવી પહોંચે છે. ચૈત્રી સુદ આઠમના રાત્રે 9 કલાકે માતાજીની પાલખી યાત્રા નીકળશે. પૂનમના દિવસે માતાજીની પાલખી બહુચરાજી નિજ મંદિરથી નીકળી શંખલપુર મુકામે જશે તેમજ આઠમની રાત્રે 12 વાગે નવખંડ પલ્લીનું પણ આયોજન કરાયું છે. ચૈત્રી પૂનમે બહુચરાજી માતાજીનો પ્રાગટય દિવસ હોવાથી તેરસથી પૂનમ એમ ત્રણ દિવસ ભાતીગળ લોકમેળાનું પણ આયોજન કરાશે. આ ઉપરાંત માતાજીની પૂનમની પાલખી ચૈત્ર સુદ પુનમને શનિવારના રોજ 16 એપ્રિલના રોજ રાત્રે 09-30 ચૈત્રી પૂનમની પાલખી નીજ મંદિરથી નીકળી શંખલપુર મુકામે જનાર છે.ચૈત્રી પુનમનો પરંપરાગત લોકમેળો 14 એપ્રિલ થી 16 એપ્રિલ દરમિયાન યોજાનાર છે. તેમ વહીવટદાર બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ બહુચરાજીની અખબારી યાદીમાં જણાવાયું છે.
નવરાત્રીના 9 દિવસનું મહત્વ
નવરાત્રીનો તહેવાર દેવી દુર્ગાની પૂજા અને શક્તિની ઉપાસનાનો તહેવાર છે. જેમાં સમગ્ર 9 દિવસ સુધી દેવી દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વખતે ચૈત્ર નવરાત્રી 2 એપ્રિલથી શરૂ થશે અને 11 એપ્રિલ સુધી ચાલશે. આ વખતે ચૈત્ર નવરાત્રી 9 દિવસની રહેશે. શાસ્ત્રોમાં 9 દિવસની નવરાત્રિ ખૂબ જ શુભ માનવામાં આવે છે, જ્યારે 8 દિવસની નવરાત્રિ શુભ માનવામાં આવતી નથી. 10 દિવસની નવરાત્રી ખૂબ જ ખાસ હોય છે.નવરાત્રીનો તહેવાર 9 દિવસ સુધી ચાલે છે જ્યારે તારીખ સામાન્ય હોય છે.આ વર્ષે ચૈત્રી નવરાત્રી 9 દિવસ સુધી ચાલશે.
આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ શેરડીના ભાવો જાહેર કર્યા, ખેડૂતોની આતુરતાનો આવ્યો અંત
આ પણ વાંચો : વલસાડ : સોશિયલ મીડિયા થકી સગીરાને બ્લેક મેઇલ કરવાનો ખેલ, આરોપી પોલીસ સકંજામાં