Devbhoomi Dwarka Breaking news: ખંભાળિયા નજીક તસ્કરોનો તરખાટ! એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા

| Edited By: | Updated on: Jun 04, 2026 | 9:41 AM

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીકથી ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. શહેરથી આશરે 4 કિલોમીટર દૂર એરફોર્સની જમીન પર ચાલી રહેલા એક પ્રોજેક્ટને તસ્કરોએ નિશાન બનાવતાં લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીકથી ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. શહેરથી આશરે 4 કિલોમીટર દૂર એરફોર્સની જમીન પર ચાલી રહેલા એક પ્રોજેક્ટને તસ્કરોએ નિશાન બનાવતાં લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે.

મળતી માહિતી અનુસાર, ગુરૂમુખદાસ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ચાલી રહેલા પ્રોજેક્ટ સાઇટ પરથી અંદાજે 15 લાખ રૂપિયાના લોખંડના સળિયાની ચોરી થઈ છે. તસ્કરો રાત્રિના સમયે સાઇટમાં ઘુસી ગયા હતા અને JSW તથા TMT કંપનીના વિવિધ સાઇઝના આશરે 25 હજાર કિલો લોખંડના સળિયા ઉઠાવી ગયા હતા.

પોલીસ તાત્કાલિક હરકતમાં

ચોરીની જાણ થતાં કંપનીમાં હડકંપ મચી ગયો હતો. પ્રોજેક્ટ મેનેજર સંજીબ કુમારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી અને સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામ ખંભાળિયા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી છે.

પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ ચોરીમાં સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા માટે વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

મહત્વના પ્રોજેક્ટમાંથી ચોરી

એરફોર્સની જમીન પર ચાલી રહેલા મહત્વના પ્રોજેક્ટમાંથી આટલી મોટી માત્રામાં લોખંડના સળિયાની ચોરી થતાં સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ચિંતા વ્યાપી છે. હાલ પોલીસ આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ કરી રહી છે.

સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો, જુઓ Video

Follow Us