AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત પર તોળાતું જોખમ ! આગામી 24 કલાક મહત્વના, બંદર પર લગાવાયા ભયસૂચક સિગ્નલ

ગુજરાત પર તોળાતું જોખમ ! આગામી 24 કલાક મહત્વના, બંદર પર લગાવાયા ભયસૂચક સિગ્નલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2025 | 7:03 PM
Share

પોરબંદર, ઓખાના બંદર ઉપર 3 નંબરનુ સિગ્નલ લગાવવા તાકીદ કરવામાં આવી છે. જ્યારે જખૌ, માંડવી, મુંદ્રા, ન્યુ કંડલા, સિક્કા, નવલખી, જામનગર અને સલાયા બંદર પર 1 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવા જણાવવામાં આવ્યું છે.

મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં હાલમાં એક ડિપ્રેશન આકાર પામ્યું છે. જ્યારે બંગાળની ખાડીમા લો પ્રેશર સર્જાયું છે. અરબી સમુદ્રનુ ડિપ્રેશન ધીમે ધીમે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે. હાલ ડિપ્રેશન ગોવાના પણજીથી 360 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં છે. જેની આગળ વધવાની ઝડપ 20 કિલોમીટરની ગણાવાઈ રહી છે.

પોરબંદર, ઓખાના બંદર ઉપર 3 નંબરનુ સિગ્નલ લગાવવા તાકીદ કરવામાં આવી છે. જ્યારે જખૌ, માંડવી, મુંદ્રા, ન્યુ કંડલા, સિક્કા, નવલખી, જામનગર અને સલાયા બંદર પર 1 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવા જણાવવામાં આવ્યું છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનને પગલે, ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વરસવાની આગાહી કરવાામં આવી છે. ખાસ કરીને દરિયાઈ વિસ્તારોમાં 25 અને 26 ઓક્ટોબરના રોજ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દરિયાકાંઠે 35થી 45 કિલોમીટરની ઝડપે પવન પણ ફુંકાવાની આગાહી કરવામાં આવી છે. જે ક્યારેક ક્યારેક પવનની ઝડપ 55 કિલોમીટરે પણ પહોચી શકે છે.

દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન આજે 24 ઓક્ટોબર 2025 ના રોજ 0530 કલાકે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે અને પૂર્વ-મધ્ય અને નજીકના દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર કેન્દ્રિત થયું છે. આગામી 24 કલાક દરમિયાન તે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર લગભગ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખે તેવી શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">