કણભા ASI હત્યાકાંડમાં DGPની મોટી કાર્યવાહી, 15 પોલીસકર્મીઓની થશે ખાતાકીય તપાસ
બુટલેગરો સાથે સંપર્ક ધરાવતા 15 પોલીસ કર્મીઓની ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરવા સ્ટેટ મોનિટરિંગ સેલને ખાતાકીય તપાસ કરવા આદેશ આપ્યો છે. અમદાવાદના 12 અને ગાંધીનગરના ત્રણ પોલીસકર્મી બુટલેગર ભુપીના સંપર્કમાં હોવાનો પુરાવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, કણભામાં બુટલેગરની કારે ટક્કર મારતા ASIનું મોત થયું હતું.
કણભા પોલીસ પર બુટલેગરના હુમલા બાદ DGP વિકાસ સહાયનું આકરું વલણ સામે આવ્યું છે. બુટલેગરો સાથે સંપર્ક ધરાવતા 15 પોલીસ કર્મીઓની ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરવા સ્ટેટ મોનિટરિંગ સેલને ખાતાકીય તપાસ કરવા આદેશ આપ્યો છે. અમદાવાદના 12 અને ગાંધીનગરના ત્રણ પોલીસકર્મી બુટલેગર ભુપીના સંપર્કમાં હોવાનો પુરાવા મળ્યા છે.
કોલ ડિટેલ્સ, વ્હોટ્સએપ કોલ ,વ્હોટ્સેપ ચેટ અને વોઇસ રેકોર્ડિંગના પુરાવા મળતાં DGP વિકાસ સહાય દ્વારા તમામની તાત્કાલિક અસરથી બદલીના આદેશ કરવામાં આવ્યા હતા. DGP વિકાસ સહાય દ્વારા તમામ 15 વિરુદ્ધ ઊંડાણ પૂર્વક તપાસ માટે SMCને આદેશ અપાયો છે. ઉલ્લેખનીય છે કે, કણભામાં બુટલેગરની કારે ટક્કર મારતા ASIનું મોત થયું હતું. આ કેસમાં હવે DGPએ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો અમદાવાદઃ જાણીતા તબીબ પુત્રએ સર્જ્યો અકસ્માત, ચાર વાહનોને લીધા અડફેટે, જુઓ